'એક અફસોસ રહી ગયો...', 9 વર્ષ સુધી PM રહ્યા બાદ જસ્ટિન ટ્રૂડોને કઇ વાતનો પછતાવો?

'એક અફસોસ રહી ગયો...', 9 વર્ષ સુધી PM રહ્યા બાદ જસ્ટિન ટ્રૂડોને કઇ વાતનો પછતાવો?

01/07/2025 World

SidhiKhabar

SidhiKhabar

'એક અફસોસ રહી ગયો...', 9 વર્ષ સુધી PM રહ્યા બાદ જસ્ટિન ટ્રૂડોને કઇ વાતનો પછતાવો?

Justin Trudeau Resignation: કેનેડાના 23મા વડાપ્રધાન અને એક દાયકાથી વધુ સમયથી લિબરલ પાર્ટીના નેતા જસ્ટિન ટ્રૂડોએ પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. લગભગ નવ વર્ષ સુધી કાર્યાલાયમાં રહ્યા બાદ ઓટાવામાં એક ખચાખચ ભરેલી પ્રેસ કોન્ફરન્સમાં, 53 વર્ષીય નેતાએ તેમની સિદ્ધિઓ, પડકારો અને એક અનોખા અફસોસ વિશે વાત કરી હતી. જસ્ટિન ટ્રૂડોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આ વર્ષે દેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણી અગાઉ તેમને પદ છોડવું પડ્યું. આ કારણે તેને એક વાતનો પછતાવો રહી ગયો.


આગામી ચૂંટણીમાં દેશને યોગ્ય વિકલ્પ મળવો જોઈએ

આગામી ચૂંટણીમાં દેશને યોગ્ય વિકલ્પ મળવો જોઈએ

ટ્રૂડોએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જો મને કોઈ વાતનો પછતાવો છે, ખાસ કરીને જેમ-જેમ આપણે આ ચૂંટણી નજીક પહોંચી રહ્યા છીએ. તેથી હું ઈચ્છું છું કે આપણે આ દેશમાં આપણી સરકારો પસંદ કરવાની રીત બદલીએ જેથી લોકો એક જ બેલેટ પેપર પર તેમનો બીજો કે ત્રીજો વિકલ્પ પસંદ કરી શકે. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર ઈચ્છે છે. ટ્રૂડોએ વધુમાં કહ્યું કે, આગામી ચૂંટણીમાં દેશને યોગ્ય વિકલ્પ મળવો જોઈએ.


ટ્રૂડોએ કેમ પીછેહઠ કરી?

ટ્રૂડોએ કેમ પીછેહઠ કરી?

જ્યારે તેમણે 2015માં લિબરલ્સને તેમની પ્રથમ જીત અપાવી, ત્યારે ટ્રૂડોને પ્રગતિશીલની મશાલ લઇને ચાલનાર તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

ટ્રૂડોએ ઘણા વચનો આપ્યા હતા અને આબોહવા કાર્યવાહી અને લૈંગિક સમાનતા જેવા મુદ્દાઓની હિમાયત કરી હતી.

જીવનનિર્વાહ ખર્ચમાં વધારો અને તેમના પોતાના પક્ષમાં વધતા અસંતોષ સહિતના અનેક મુદ્દાઓ પર ટીકાનો સામનો કરી રહેલા ટ્રૂડોએ મુશ્કેલ ચૂંટણી ઝુંબેશનો સામનો કરવાને બદલે પાછળ હટવાનું પસંદ કર્યું.


ટ્રૂડો કેવા પ્રકારની વોટિંગ સિસ્ટમ ઇચ્છતા હતા?

ટ્રૂડો કેવા પ્રકારની વોટિંગ સિસ્ટમ ઇચ્છતા હતા?

ટ્રૂડો ઈચ્છતા હતા કે દેશમાં રેન્કિંગ સિસ્ટમ પ્રમાણે મતદાન થાય. તેમની યોજના મુજબ, જો મતોની ગણતરી બાદ કોઈ ઉમેદવારને બહુમતી ન મળે, તો તે ઉમેદવાર, જે મતદારો દ્વારા ઓછામાં ઓછી પ્રથમ-પસંદગી માનવામાં આવે છે, તેને ચૂંટણીની રેસમાંથી દૂર કરવામાં આવે, અને તેના મતપત્રને બીજા સ્થાને સ્થાનાંતરિત કરવામાં આવે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી, જ્યાં સુધી કોઇ એક ઉમેદવાર 50 ટકા પ્લસ વન મત સાથે જીતી ન જાય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top