ભીષણ અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 5 બાળકો સહિત 8 લોકોના મોત

Video: ભીષણ અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 5 બાળકો સહિત 8 લોકોના મોત

07/27/2024 National

SidhiKhabar

SidhiKhabar

ભીષણ અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 5 બાળકો સહિત 8 લોકોના મોત

જમ્મુ-કશ્મીરના અનંતનાગ જિલ્લામાં શનિવારે ભીષણ રોડ અકસ્માત થઈ ગયો. સિમથાન-કોકેરનાગ રોડ પર એક કાર ખીણમાં પડી ગઇ, જેમાં સવાર 5 બાળકો સહિત 8 લોકોના મોત થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 2 મહિલાઓ પણ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર બધા લોકો એક જ પરિવારના હતા. રિપોર્ટ મુજબ, આ ગાડી મડવા કિશ્તવાડ થઈને આગળ વધી રહી હતી, આ દરમિયાન ડ્રાઇવરે અચાનક કાર પરથી નિયમંત્રણ ગુમાવી દીધું. પોલીસે તેને લઈને કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મૃતકોની ઓળખ

મૃતકોની ઓળખ

ઇમ્તિયાજ રાથર (ઉંમર 45 વર્ષ), અફરોજા બેગમ (ઉંમર 40 વર્ષ), રેશમા (ઉંમર 40 વર્ષ), અરીબા ઇમ્તિયાજ (ઉંમર 12 વર્ષ), અનિયા જાન (ઉંમર 10 વર્ષ) અબાન ઇમ્તિયાજ (ઉંમર 6 વર્ષ), મુસેબ માજિદ (ઉંમર 16 વર્ષ) અને મુશેલ માજિદ (ઉંમર 8 વર્ષ)ના રૂપમાં થઈ છે.


રવિવારે 2 અકસ્માતમાં 6 લોકોના થયા હતા મોત

રવિવારે 2 અકસ્માતમાં 6 લોકોના થયા હતા મોત

જમ્મુ-કાશ્મીરમાં ગયા રવિવારે 2 અલગ અલગ રોડ અકસ્માતોમાં પિતા-પુત્ર સહિત 6 લોકોના મોત થઈ ગયા અને 6 અન્ય ઇજાગ્રસ્ત થઈ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, જીવ ગુમાવનારા 5 લોકો 2 પરિવરથી છે. રાજોરી જિલ્લામાં રવિવારે સવારે કેબ ખીણમાં ખાબકી જવાથી તેમાં સવાર પિતા-પુત્ર સહિત 3 લોકોના મોત થઈ ગયા હતા. વાહનમાં સવાર 8 લોકો થાંદિકાસ્સીથી લામ તરફ જઇ રહ્યા હતા ત્યારે ચલાન ગામ પાસે તેમનું વાહન અકસ્માતનું શિકાર થઈ ગયું. બીજી ઘટનમાં બપોરે લગભગ 3:30 વાગ્યે રિયાસી જિલ્લાના બિડ્ડા ગામમાં એક પરિવારના 4 સભ્યો લઈને જઇ રહેલી મહિન્દ્રા બોલેરો કાર 200 ફૂટ નીચે પડી ગઈ, જેમાં ગુડ્ડી દેવી અને તેની દીકરી શોભાનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે, વાહન ચલાવી રહેલા દેવીના પુત્ર મુકેશ સિંહનું પણ હોસ્પિટલમાં મોત થઈ ગયું. જ્યારે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત સગીર પુત્રીની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top