સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

08/12/2024 National

SidhiKhabar

SidhiKhabar

સિદ્ધેશ્વરનાથ મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મોત, 30થી વધુ ઇજાગ્રસ્ત

બિહારના જહાનાબાદ જિલ્લાના મખદુમપુરમાં ઐતિહાસિક વાણાવર પહાડી પર સિદ્ધેશ્વર નાથ મંદિર પરિસરમાં નાસભાગ મચવાથી 7 શ્રદ્ધાળુઓના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. 30થી વધુ ઇજાગ્રસ્ત થયા છે. મૃતકો અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે. હાલમાં મૃતકોમાં 5 મહિલા, 1 પુરુષ અને 1  બાળકનો સમાવેશ થાય છે. આ ઘટના રાત્રે 1:00 વાગ્યે બની હતી. ચોથા સોમવારે જળાભિષેક માટે ભક્તોની ભીડ ઉમટી હતી.આ દરમિયાન મંદિર પરિસરના પગથિયા પર એક ફૂલ દુકાનદાર સાથે શિવભક્ત સાથે બોલાચાલી થઈ ગઇ હતી.


7 લોકોના મોત અને 30થી વધુ ઇજાગ્રસ્ત

7 લોકોના મોત અને 30થી વધુ ઇજાગ્રસ્ત

દુકાનદારે શિવભક્ત પર લાકડી ચલાવી દીધી હતી. બંને એકબીજા સાથે બાખડી પડ્યા, આ દરમિયાન નાસભાગ મચી જતા શ્રદ્ધાળુઓ અહીં-તહીં દોડવા લાગ્યા હતા. આ દરમિયાન દબાવાથી એક એક કરીને 7 લોકોના મોત થઇ ગયા અને 30થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. માહિતી મળ્યાના અડધા કલાક બાદ પોલીસ પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને મખદુમપુર રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં ડૉક્ટરોએ 7 લોકોને મૃત જાહેર કર્યા. ડીએમ અલંકૃતા પાંડેએ 7 લોકોના મોત અને 9 લોકોના ઇજાગ્રસ્ત થવાની માહિતી આપી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જહાનાબાદ પોસ્ટમોર્ટમ હાઉસ મોકલવામાં આવ્યા છે. મૃતકોમાં સુશીલા દેવી, પૂનમ દેવી, નિશા કુમારી, નિશા દેવી, રાજુ કુમાર, પ્યારે પાસવાનનો સમાવેશ થાય છે.


પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું

ઘટનાસ્થળે હાજર સેવન ગામના રહેવાસી મનોજ સિંહે જણાવ્યું કે કાંવરિયા અને ફૂલવાળા વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. ત્યારબાદ ફૂલ વેચનારાએ દંડો ચલાવી દીધો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. મારા પરિવારનો એક સભ્ય પણ ગુમ છે. કોઈક રીતે મારો જીવ બચી ગયો. તેણે કહ્યું કે સુરક્ષાની કોઈ વ્યવસ્થા નથી. અડધા કલાક બાદ પોલીસ સ્ટાફ પહોંચ્યો, ત્યાં સુધીમાં મોટી ઘટના બની ગઈ હતી. જો ઘટનાસ્થળે પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોત તો આ સ્થિતિ સર્જાઈ ન હોત.

જહાનાબાદના SDO વિકાસ કુમારે કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે. તમામ વ્યવસ્થા વ્યવસ્થિત હતી. અમે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. બીજી બાજુ SHO દિવાકર કુમાર વિશ્વકર્માનું કહેવું છે કે DM અને SPએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. કુલ 7 લોકોના મોત થયા છે. અમે પરિવારના સભ્યોને મળી રહ્યા છીએ અને તેમની પૂછપરછ કરી રહ્યા છીએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top