પિતાને મારવા આવેલા 8 બદમાશો સાથે દીકરીએ કર્યો મુકાબલો, હવે રાજ્યપાલ કરશે સન્માનિત

પિતાને મારવા આવેલા 8 બદમાશો સાથે દીકરીએ કર્યો મુકાબલો, હવે રાજ્યપાલ કરશે સન્માનિત

08/08/2024 National

SidhiKhabar

SidhiKhabar

પિતાને મારવા આવેલા 8 બદમાશો સાથે દીકરીએ કર્યો મુકાબલો, હવે રાજ્યપાલ કરશે સન્માનિત

કહેવાય છે કે દીકરીઓ પિતાની લાડકી હોય છે અને જ્યારે પિતા મુશ્કેલીમાં હોય ત્યારે દીકરીઓ ઢાળ બનીને તેને સંભાળી લે છે. આવું જ દ્રશ્ય નક્સલ પ્રભાવિત બસ્તરના નારાયણપુર જિલ્લામાં જોવા મળ્યું હતું. જ્યારે 8 બદમાશોએ સગીર દીકરીના પિતા પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવાનો શરૂ કર્યો, તો દીકરીએ આગળ આવીને ગુંડાઓનો સામનો કર્યો. બહાદુર દીકરીએ હુમલાખોરોના હાથમાંથી કુહાડી છીનવી લીધી અને ઇજાગ્રસ્ત પિતાને રૂમની અંદર બંધ કરીને બુમાબુમ કરી. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત પિતાને ગ્રામજનોને જગદલપુર મેડિકલ કૉલેજમાં દાખલ કરવામાં આવ્યો.


રાજભવન બોલાવીને કરશે સન્માન

રાજભવન બોલાવીને કરશે સન્માન

એસપી પ્રભાત કુમારે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ કોઇ નક્સલી ઘટના હોય તેવું લાગતું નથી. આરોપી કુહાડી વગેરે ધારદાર હથિયારો જ લઇને આવ્યા હતા. પારિવારિક વિવાદનો મામલો છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઇ જશે. રાજ્યપાલ રમેન ડેકાએ સુશીલાને રાજભવન બોલાવીને તેનું સન્માન કરવાના નિર્દેશ આપ્યા છે. ઝારગાંવની રહેવાસી સુશીલાએ આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે શિક્ષક પિતાનું એકમાત્ર સંતાન છે. હોસ્પિટલમાં સુશીલાએ જણાવ્યું કે સોમવારે સાંજે 6 વાગ્યે 4 બાઇક પર સવાર થઇને 8 લોકો તેમના ઘરે આવ્યા હતા. પિતા સોમધર વિશે પૂછ્યું. એ સમયે તેના પિતા ત્યાં નહોતા. ત્યારબાદ તેઓ જતા રહ્યા. લગભગ એક કલાક પછી તેનો પિતા ઘરે આવ્યો. તે બાજુના ઘરે તેની માતા માટે શાકભાજી લેવા ગઇ હતી.


કુહાડીથી પિતા પર કેટલાક લોકો કરી રહ્યા હતા હુમલો

કુહાડીથી પિતા પર કેટલાક લોકો કરી રહ્યા હતા હુમલો

જ્યારે સુશીલા પાછી આવી ત્યારે તેણે જોયું કે કેટલાક લોકો તેના પિતા પર કુહાડીથી હુમલો કરી રહ્યા છે. તેણે તરત જ હુમલાખોરને પાછળ ધકેલ્યો અને તેના હાથમાંથી કુહાડી છીનવી લીધી. આ ઘટનામાં સુશીલાને પિતાની છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. સુશીલાના જણાવ્યા અનુસાર શુક્રવારે તેના પિતાનો કાકા સાથે જમીનને લઇને વિવાદ પણ થયો હતો. તેણે જણાવ્યું કે તે બકરીઓ ચરાવે છે અને તેની માતા સાથે જંગલની પેદાશો એકત્રિત કરવા પણ જાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top