ગૌરી લંકેશ હત્યાના આરોપીની શિવસેનાએ કરી હાંકલપટ્ટી, અગાઉ ચૂંટણીની જવાબદારી સોંપી હતી

ગૌરી લંકેશ હત્યાના આરોપીની શિવસેનાએ કરી હાંકલપટ્ટી, અગાઉ ચૂંટણીની જવાબદારી સોંપી હતી

10/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ગૌરી લંકેશ હત્યાના આરોપીની શિવસેનાએ કરી હાંકલપટ્ટી, અગાઉ ચૂંટણીની જવાબદારી સોંપી હતી

શિવસેના (એકનાથ શિંદે જૂથ)એ પત્રકાર ગૌરી લંકેશની હત્યાના આરોપી શ્રીકાંત પંગારકને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. 18 ઓક્ટોબરે આરોપી શ્રીકાંત પૂર્વ રાજ્ય મંત્રી અર્જૂન ખોતકરની હાજરીમાં પાર્ટીમાં જોડાયો હતો. ત્યારબાદ શિવસેના નિશાના પર હતી. એવામાં 2 દિવસ બાદ 20 ઓક્ટોબરે પાર્ટીએ આરોપી શ્રીકાંત પંગારકરને તમામ જવાબદારીમાંથી મુક્ત કરતો પત્ર જાહેર કર્યો હતો. આરોપી શ્રીકાંત પંગારકરને પાર્ટીએ જાલના વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પ્રચારની જવાબદારી પણ સોંપી હતી.

શિવસેનાના નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી અર્જૂન ખોટકરે મીડિયાને કહ્યું હતું કે પંગારકર પાર્ટીના જૂના કાર્યકર હતા અને હવે તેઓ ફરીથી પાર્ટીમાં પાછા ફર્યા છે. કોર્ટે પંગારકરને જામીન આપી દીધા છે અને તે ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરીને જેલમાંથી બહાર આવ્યો હતો.  ખોટકરને પૂછવામાં આવ્યું હતું કે, શું પંગારકરને પણ વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળશે? જવાબમાં તેમણે કહ્યું હતું કે તે જાલનામાં પાર્ટી માટે કામ કરશે. શિવસેના અગાઉ શિંદે અને યુબીટી જૂથોમાં વહેંચાયેલી નહોતી. ત્યારબાદ 2001 થી 2006 સુધી શ્રીકાંત પંગારકર જાલના નગરપાલિકામાં કાઉન્સિલર હતા. 2011ની પાલિકાની ચૂંટણી દરમિયાન પાર્ટીએ તેમની હાંકલપટ્ટી કરી હતી. ત્યારબાદ તેઓ હિન્દુ જનજાગૃતિ સમિતિમાં જોડાયા.


ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી હતી

ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી હતી

5 સપ્ટેમ્બર, 2017ના રોજ, ગૌરી લંકેશને બેંગ્લોરમાં તેમના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. કર્ણાટક પોલીસની SITએ આ કેસમાં 17 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 11ને જામીન મળી ગયા છે. લંકેશ હત્યા કેસમાં કર્ણાટક પોલીસની SIT દ્વારા પંગારકરની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેના પર કાવતરું ઘડવા, વાહનો અને હથિયારોની વ્યવસ્થા કરવાનો અને ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવાનો આરોપ હતો. નાલાસોપારા આર્મ્સ રિકવરી કેસમાં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં મહારાષ્ટ્રના નાલાસોપારામાં પિસ્તોલ, એરગન અને દેશી બોમ્બ જપ્ત કરવામાં આવ્યા હતા. ATSએ દાવો કર્યો હતો કે આ હથિયારો ખરીદવા માટે પંગારકરે પૈસા આપ્યા હતા. પંગારકર સહિત 12 આરોપીઓ પર કાવતરાનો આરોપ હતો.

ATSએ એવો પણ દાવો કર્યો હતો કે આરોપીઓએ ડિસેમ્બર 2017માં પૂણેમાં આયોજિત સનબર્ન મ્યુઝિક ફેસ્ટિવલમાં પેટ્રોલ બોમ્બ ફેંકવાનું કાવતરું ઘડ્યું હતું. કારણ કે તેમને લાગ્યું કે તે હિંદુ સંસ્કૃતિ વિરુદ્ધ છે. ATSએ કહ્યું હતું કે એક આરોપીએ જોયું કે તે CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગયો છે. ત્યારબાદ તે પાછળ હટી ગયો. જોકે, ATSએ દાવો કર્યો હતો કે આરોપીઓએ કેટલાક અગ્રણી લોકોના ઘરની તપાસ પણ કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top