કરોડોની સંપત્તિ,લક્ઝરી કાર અને..., આખરે શું છે એલ્વિશ યાદવની લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલની સચ્ચાઇ, પ

કરોડોની સંપત્તિ,લક્ઝરી કાર અને..., આખરે શું છે એલ્વિશ યાદવની લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલની સચ્ચાઇ, પિતાએ જ કર્યો ધડાકો..!જાણો

03/20/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

કરોડોની સંપત્તિ,લક્ઝરી કાર અને..., આખરે શું છે એલ્વિશ યાદવની લક્ઝ્યુરિયસ લાઇફસ્ટાઇલની સચ્ચાઇ, પ

Elvish Yadav : એલ્વિશ યાદવ સાથે સંબંધિત સાપના ઝેરની દાણચોરીના કેસમાં પોલીસ તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તેમની પાસે એલ્વિશ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે. હવે એલ્વિશના માતા-પિતાએ એક વાતચીત દરમિયાન દાવો કર્યો હતો કે એમનો પુત્રને નિર્દોષ છે અને આ દરમિયાન બંનેએ એલ્વિશની 'લક્ઝરી લાઈફસ્ટાઈલ' વિશે પણ વાત કરી હતી.


કરોડોની સંપત્તિ છે જેમાં લક્ઝરી કાર અને

કરોડોની સંપત્તિ છે જેમાં લક્ઝરી કાર અને

થોડા દિવસો પહેલા ખબર પડી હતી કે તેમની પાસે કરોડોની સંપત્તિ છે જેમાં લક્ઝરી કાર અને દુબઈમાં ઘર પણ સામેલ છે. જોકે, તેના પિતાએ આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર જે પણ છે તે ખોટું છે. તેના માતા-પિતાએ નકારી કાઢ્યું કે તેઓ પાસે કોઈ જમીન કે ફ્લેટ છે. તેમાં દુબઈમાં 8 કરોડ રૂપિયામાં કથિત ઘર ખરીદવાનો પણ સમાવેશ થાય છે.

જાણીતું છે જે એલ્વિશે તેના વ્લોગમાં દુબઈના ઘર વિશે દર્શકોને જણાવ્યું હતું. આ સાથે જ એલ્વિશના વિડિયોમાં મર્સિડીઝ અને પોર્શે જેવી સ્પોર્ટ્સ કાર જોવા મળે છે અને આ વિશે પણ તેના માતાપિતાએ સ્પષ્ટતા કરી હતી કે તેની પાસે આવી કોઈ જ કાર નથી.


એલ્વિશના પિતા રાજકુમારે એલ્વિશના બેંક

એલ્વિશના પિતા રાજકુમારે એલ્વિશના બેંક

એલ્વિશના પિતા રાજકુમારે એલ્વિશના બેંક ખાતામાં અચાનક પૈસા આવવા, લક્ઝરી લાઈફસ્ટાઈલ, મોંઘી કાર અને ગુડગાંવમાં પ્રોપર્ટી અંગે જણાવ્યું હતું. 'હું સરકારી શિક્ષક છું. અમારી પાસે માત્ર બે વાહનો છે. તે લોન પર છે. એક વેગનઆર અને ફોર્ચ્યુનર છે. મને જમીનના બદલામાં જ્યાં મારું ઘર બનાવવામાં આવી રહ્યું છે તે પ્લોટ મળ્યો છે. એલ્વિશના નામે કોઈ પ્લોટ નથી. અલ્વીશ પાસે સ્પોર્ટ્સ કાર પણ નથી. તે વીડિયો બનાવવા માટે તેના મિત્રો પાસેથી લક્ઝરી કાર ઉધાર લે છે અને વિડિયો બનાવ્યા બાદ તેમને પરત કરે છે. એલ્વિશ કપડાંનું કામ કરે છે અને બીજો આવકનો બાકીનો સ્ત્રોત YouTube છે.'એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી

એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી

જાણીતું છે કે એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું હતું. આ પાર્ટીમાં દરોડા દરમિયાન પોલીસને વિવિધ પ્રજાતિના 9 સાપ અને 20 મિલી સાપનું ઝેર મળી આવ્યું હતું. આ દરમિયાન પોલીસે સ્થળ પરથી પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.

17 માર્ચે, પોલીસે આ જ કેસમાં એલ્વિશ યાદવની ધરપકડ કરી હતી. જે બાદ તેને સૂરજપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેને 14 દિવસથી લક્સર જેલમાં રાખવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top