દિલ્હી બ્લાસ્ટને નજરે જોનારે વર્ણવી આપવીતી, કહ્યું - 'કોઈના પગ ગુમ હતા તો કોઈનું ધડ, લોકોની મદદ

દિલ્હી બ્લાસ્ટને નજરે જોનારે વર્ણવી આપવીતી, કહ્યું - 'કોઈના પગ ગુમ હતા તો કોઈનું ધડ, લોકોની મદદ માટેની ચીસો...' જુઓ વિડીઓ

11/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી બ્લાસ્ટને નજરે જોનારે વર્ણવી આપવીતી, કહ્યું - 'કોઈના પગ ગુમ હતા તો કોઈનું ધડ, લોકોની મદદ

ગત રોજ દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલ બોમ્બ બ્લાસ્ટે સમગ્ર દિલ્હીને હચમચાવી નાખી છે. બ્લાસ્ટથી ચારે બાજુ ફક્ત, આગ ધુમાડો, ચીસો અને અફરા-તફરીનો એ માહોલ લોકોને આઘાતની લાગણી આપી રહ્યો છે. પરંતુ આ ગંભીર પરિસ્થિતિ દરમિયાન પણ આપણા દેશના કેટલાક જવાબદાર નાગરિક ત્યાં હાજર હતા જેમણે પોતાના જીવની પરવા કર્યા વિના બીજાને મદદ કરી છે. એવા ગ્રેટર નોઇડાના ધર્મેન્દ્ર ડાગર કે જે અકસ્માત સમયે નજીકમાં હાજર હતા. તેમના મુખેથી ઘટનાની ગંભીરતા અને આપવીતી લોકોનું હૃદય ભારે થઈ ગયું.



બ્લાસ્ટથી ગાડી હવામાં ઉછળીb

બ્લાસ્ટથી ગાડી હવામાં ઉછળીb

ઘટનાના સાક્ષી એવા ધર્મેન્દ્રએ માહિતી આપ્યા જણાવ્યું હતું કે, 'હું મેટ્રો ગેટ નંબર એક પાસેથી પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક જોરદાર ધમાકો થયો. અને સાથે ગાડી હવામાં ઉડી અને પછી નીચે પડી તો બસ એક માળખું જ બચ્યું હતું. જેનાથી ચારે બાજું આગ લાગી ગઈ હતી, કાચ તૂટી ગયા. ત્યારે હું ભાગીને રોડ પર આવ્યો, જોયું તો ગાડીમાં લોકો સળગી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ અમુક જ સેકન્ડમાં આજુબાજુના લોકો દૂર ભાગી ગયા હતા. ધુમાડો એટલો બધો હતો કે, કંઈ દેખાતું નહતું. મેં લોકોને બૂમ પાડીને કહ્યું કે, મદદ કરો, અંદર લોકો ફસાયેલા છે. પરંતુ, કોઈ આગળ ન આવ્યું. બધાના ફક્ત મોબાઇલમાં વીડિયો બનાવી રહ્યા હતા. જે ક્ષણ ખૂબ જ ડરામણી હતી.'


ઘાયલ લોકોની ચીસો ગુંજી રહી હતી

ઘાયલ લોકોની ચીસો ગુંજી રહી હતી

ધર્મેન્દ્ર ડાગરે વધુમાં જણાવ્યું કે, તે સમયે અમે જેમ-તેમ ચાર મૃતદેહ અને એક ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા. હું એકલો નહતો, લાલ કિલ્લા ચોકીના બે પોલીસકર્મી અજય અને થાન સિંહ પણ પહોંચ્યા હતા. અમે ચાર લોકોએ મળીને અંદરથી મૃતદેહ બહાર કાઢ્યા. એક ટેક્સી ડ્રાઇવર હતો, તેનું શરીર આખું બળી ગયું હતું. અને અન્ય એક શખસ હતા જે મદદ માટે બૂમો પાડી રહ્યો હતો, તેને ખેંચીને બહાર કાઢયો. ભાવુક થતાં તેણે એ પણ જણાવ્યું કે, અમુક લોકોનું તો અડધું જ શરીર બચ્યું હતું. તો કોઈના પગ ગુમ હતા તો કોઈનું ધડ. લોકોની સ્થિતિ એટલી ભયાનક હતી કે, ઓળખવું ખૂબ જ અઘરૂ હતું. હું વારંવાર બૂમો પાડતો રહ્યો કે, હેલ્પ કરો, પાણી લાવો પરંતુ લોકો ફક્ત વીડિયો બનાવતા રહ્યા. કોઈ આગળ ન આવ્યું. લોકો ડરી ગયા હતા.

પરંતુ પરિસ્થિતિ પ્રમાણે એ વખતે ડરથી વધારે જરૂર માણસાઇની હતી.જે આ વ્યક્તિએ બતાવી. બ્લાસ્ટની ભયાનકતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, અમુક જ મિનિટોમાં અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ હતી. અને આસપાસના મેટ્રો ગેટના કાચ પણ તૂટી ગયા હતા. પોલીસ અને ફાયરની ટીમ પહોંચી ત્યાં સુધી અમુક બહાદુર લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને લોકોને બચાવવાનો પ્રયાસ કરતા રહ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top