કોઈ પણ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોના કાચ કેમ તૂટી જાય છે! દિલ્હી બ્લાસ્ટમાં પણ મેટ્રોના મજબુત

કોઈ પણ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોના કાચ કેમ તૂટી જાય છે! દિલ્હી બ્લાસ્ટમાં પણ મેટ્રોના મજબુત કાચો તૂટી પડ્યા! જાણો કારણ

11/11/2025 National

SidhiKhabar

SidhiKhabar

કોઈ પણ વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોના કાચ કેમ તૂટી જાય છે! દિલ્હી બ્લાસ્ટમાં પણ મેટ્રોના મજબુત

10 નવેમ્બરની સામાન્ય સાંજ દિલ્હીવાસીઓ માટે આવું ભયાનક સ્વરૂપ ધારણ કરશે એવું કોઈએ વિચાર્યું પણ ન હતું. આ ભયાનક ક્ષણે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ની બહાર એક કારમાં જોરદાર બ્લાસ્ટ થયો. અને આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે નજીકમાં પાર્ક કરેલા અન્ય વાહનોમાં પણ આગ લાગી ગઈ અને નજીક મકાન અને મેટ્રો પર લગાવેલા કાચ તૂટી ગયા હતા. વિસ્ફોટનો અવાજ એટલો તીવ્ર હતો કે નજીકની દુકાનો, શેરીઓ અને ઇમારતોમાં રહેતા રહેવાસીઓએ તેને "ભૂકંપ જેવો" ગણાવ્યો હતો.


બારીના કાચ કેમ તૂટી જાય છે?

બારીના કાચ કેમ તૂટી જાય છે?

જ્યારે પણ કોઈ બોમ્બ વિસ્ફોટ, ગેસ સિલિન્ડર વિસ્ફોટ કે ઔદ્યોગિક અકસ્માત થાય છે ત્યારે નજીકની ઇમારતોની કાચની બારીઓ ઘણીવાર તૂટી જાય છે. ત્યારે હંમેશા લોકોના મનમાં પ્રશ્નો ઉભા થાય છે કે આવું કેમ થાય છે? જો કે વિસ્ફોટ ઘણા મીટર દૂર હોય ત્યારે પણ કાચ કેમ તૂટી જાય છે? આનો જવાબ "શોક વેવ" નામની મૂળભૂત વૈજ્ઞાનિક પ્રક્રિયામાં રહેલો છે.

જ્યારે પણ વિસ્ફોટ થાય છે, ત્યારે કેન્દ્રથી હવામાં એક મજબૂત દબાણ તરંગ ફેલાય છે. અને આ તરંગ સામાન્ય ધ્વનિ તરંગ કરતાં સેંકડો ગણો વધુ ઝડપી અને વધુ શક્તિશાળી હોય છે. જેને "શોક વેવ" કહેવામાં આવે છે. આ તરંગની ખાસ વાત એ છે કે, તે આસપાસના વાતાવરણના હવાના દબાણને અનેક ગણો વધારી દે છે. જે દિવાલ, દરવાજો અથવા કાચ જેવી ઘન સપાટી પર અથડાતાની સાથે જ વસ્તુ આંચકાનો સામનો કરી શકતી નથી. ખાસ કરીને કાચ ખૂબ જ નાજુક અને કઠણ હોય છે, જેમાં લવચીકતાનો અભાવ હોય છે. તેથી, તે દબાણનો સામનો કરી શકતું નથી અને તૂટી જાય છે.


શું દિલ્હી વિસ્ફોટમાં પણ કાચ તૂટી ગયા હતા?

દિલ્હી વિસ્ફોટમાં પણ  નજીકની અનેક ઇમારતોમાં અને મેટ્રોના કાચ અને અન્ય વસ્તુઓ તૂટી ગઈ હતી. ઓનલાઈન અનેક વિડીયો સામે આવ્યા છે જેમાં તૂટેલી બારીઓ, દરવાજા અને તૂટેલા કાચ દેખાઈ રહ્યા છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આંચકાના કારણે હવાના તરંગે અહીં પણ પોતાનો પ્રભાવ પાડ્યો હતો, મેટ્રો સ્ટેશન પર લગાવેલા મજબુત કાચ પણ તૂટી ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top