માનવતાને કલંકિત કરનારી ઘટના : પથારીવશ યુવાનને પિતાએ ભયાનક મૃત્યુ આપ્યું! કારણ ચોંકાવનારું

માનવતાને કલંકિત કરનારી ઘટના : પથારીવશ યુવાનને પિતાએ ભયાનક મૃત્યુ આપ્યું! કારણ ચોંકાવનારું

01/10/2022 National

SidhiKhabar

SidhiKhabar

માનવતાને કલંકિત કરનારી ઘટના : પથારીવશ યુવાનને પિતાએ ભયાનક મૃત્યુ આપ્યું! કારણ ચોંકાવનારું

નેશનલ ડેસ્ક: રાજધાની દિલ્હીમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ નશામાં ધૂત થઈને તેના પથારીવશ પુત્રને જીવલેણ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટના 9 જાન્યુઆરીના રોજ બની હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.


14 વર્ષથી લકવાગ્રસ્ત હતો

14 વર્ષથી લકવાગ્રસ્ત હતો

મૃતકની બહેને જણાવ્યું કે, આજે સવારે જ્યારે તે તેના ઘરે આવી ત્યારે તેનો ભાઈ પરમજીત પલંગ પર ઘાયલ અવસ્થામાં સૂતો હતો. 8 જાન્યુઆરીની રાત્રે તેના પિતાએ આવીને દારૂના નશામાં પરમજીતને માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.

બીજા દિવસે સવારે જ્યારે બહેન ઘરે આવી ત્યારે તેણે પરમજીતને લોહીલુહાણ અને ઈજાગ્રસ્ત હાલતમાં જોયો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરે પ્રાથમિક તપાસ કરીને પરમજીતને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતા ભરતનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમણે પરમજીતના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે BJRM હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મૃતકની બહેને વધુમાં જણાવ્યું કે, તેનો ભાઈ પરમજીત છેલ્લા 14 વર્ષથી લકવાગ્રસ્ત હતો. જેના કારણે છેલ્લા ઘણાં સમયથી પથારીવશ હતો.


દિલ્હી પોલીસે કેસ નોંધીને આરોપી પિતાની ધરપકડ કરી

દિલ્હી પોલીસે કેસ નોંધીને આરોપી પિતાની ધરપકડ કરી

ત્યારબાદ પોલીસે મૃતક પરમજીતની બહેનના નિવેદનના આધારે દિલ્હીના ભારત નગર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 302 હેઠળ આરોપી પિતા વિરુદ્ધ કેસ નોંધીને ધરપકડ કરી લીધી હતી. તેમજ આગળની તપાસ હાથ ધરી હતી. હત્યાની આ ઘટના પ્રકાશમાં આવતાં જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top