મેક્સિકોના દરિયામાં અચાનક આગ ફાટી નીકળી : સર્જાયું અદભૂત દ્રશ્ય; જુઓ વિડીયો

મેક્સિકોના દરિયામાં અચાનક આગ ફાટી નીકળી : સર્જાયું અદભૂત દ્રશ્ય; જુઓ વિડીયો

07/03/2021 World

SidhiKhabar

SidhiKhabar

મેક્સિકોના દરિયામાં અચાનક આગ ફાટી નીકળી : સર્જાયું અદભૂત દ્રશ્ય; જુઓ વિડીયો

વર્લ્ડ ડેસ્ક: મેક્સિકોમાં આવેલ ‘ગલ્ફ ઓફ મેક્સિકો’ સમુદ્રમાં આગ લાગવાની ઘટનાના વિડીયો દુનિયાભરમાં વાઈરલ થઇ રહ્યા છે. સમુદ્રના પાણી નીચેથી પસાર થતી પાઈપલાઈનમાં ગેસ લિકેજ બાદ મેક્સિકોની ખાડીની સપાટી પર આગ લાગી ગઈ હતી. જોકે, આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ થયાના સામાચાર મળ્યા નથી.

પીગળતા લાવા જેવા દેખાતા પાણીમાંથી નીકળતી આગની જ્વાળાને તેની ગોળાકાર આકૃતિને કારણે સોશિયલ મીડિયા ઉપર ‘eye of fire’ કહેવામાં આવી રહી છે. તેમજ વાઈરલ વિડીયોમાં સમુદ્રમાં જ્વાળામુખી ફાટ્યો હોય તેવું વિરલ દ્રશ્ય સર્જાતા દુનિયાભરમાં લાખો લોકોએ આ વિડીયો શેર કર્યા હતા.

સમુદ્રમાંથી પસાર થતી પાઈપલાઈનમાં ગેસ લિકેજના કારણે લાગેલી આગ ઉપર પાંચ કલાકે ભારે જહેમત બાદ કાબૂ મેળવી શકાયો હતો.

સ્થાનિક સમયાનુસાર શુક્રવારે સવારે લગભગ સાડા પાંચ વાગ્યે આગ લાગી ગઈ હતી. જેની સવારે સાડા દસ સુધીમાં સંપૂર્ણ રીતે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાથી તેલ ઉત્પાદન ઉપર કોઈ અસર થઇ ન હતી.

આ પાઈપલાઈન સરકારી કંપની પેમેક્સની છે. જેના ઓઈલ પ્લેટફોર્મથી થોડા જ અંતરે આ ઘટના બની હતી. ન્યુઝ એજન્સી રોયટર્સે કંપનીના સૂત્રોને હવાલે જણાવ્યું કે આગ ઉપર પૂર્ણ રીતે કાબૂ મેળવવામાં પાંચ કલાક લાગ્યા. પાણી નીચેથી આ પાઈપલાઈન સમુદ્રમાંથી પેમેક્સના પ્રમુખ કૂ માલૂબ જૈપ ઓઈલ ડેવલપમેન્ટ સેન્ટર સાથે મળે છે. જે મેક્સિકોની ખાડીના દક્ષિણ ભાગમાં આવેલ છે. જોકે, કંપનીએ જણાવ્યું કે આ ઘટનાથી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

કંપનીએ એમ પણ જણાવ્યું કે આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે અને પાઈપલાઈનમાં લિજેકવાળા છિદ્રને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. કૂ માંલૂબ જૈપ પેમેક્સનું સૌથી મોટું કાચા તેલનું ઉત્પાદક છે. આ કેન્દ્રમાંથી દરરોજ લગભગ ૧.૭ મિલિયન બૈરલ તેલનું ઉત્પાદન થાય છે.

 

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top