'કોહલી પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ...', ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બૉલરના નિવેદનથી વિશ્વ ક્રિકેટમાં

'કોહલી પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ...', ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બૉલરના નિવેદનથી વિશ્વ ક્રિકેટમાં હાહાકાર

01/13/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

'કોહલી પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ...', ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બૉલરના નિવેદનથી વિશ્વ ક્રિકેટમાં

Steve Harmison big Statement on Virat Kohli: ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બૉલર સ્ટીવ હાર્મિસન વિરાટ કોહલીથી સંપૂર્ણપણે દુઃખી છે. હાર્મિસને કોહલી વિશે એવું નિવેદન આપ્યું છે કે જેનાથી વિશ્વ ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે. બૉર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન, વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટાસ વચ્ચે બહેસ થઈ હતી. કોહલી પર આરોપ હતો કે તેણે જાણી જોઈને યુવા ક્રિકેટરને ખભા વડે ટક્કર મારી હતી. ત્યારબાદ ICC એ કોહલીને ફટકાર લગાવી અને તેની મેચ ફીસના 20 ટકા દંડ અને એક ડિમેરિટ પોઇન્ટ આપ્યો હતો. પરંતુ ICCના આ નિર્ણયને લઇને સ્ટીવ હાર્મિસનનું નિવેદન આવ્યું છે. હાર્મિસનને લાગે છે કે કોહલીને આપવામાં આવેલી સજા ખૂબ ઓછી છે.

હાર્મિસને કોહલી પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો, પરંતુ તેણે કહ્યું કે કોઈએ તેની મર્યાદા ઓળંગવી ન જોઈએ. ટોકસ્પોર્ટ પર બોલતા, સ્ટીવ હાર્મિસને કહ્યું કે, "કોહલી સાથે શું થયું. કોહલી પૂરી રીતે આઉટ ઓફ ઓર્ડર હતો. વિરાટે જે કર્યું, તેના માટે તેના પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તમે જાણો છો કે હું વિરાટ કોહલીને કેટલો પ્રેમ કરું છું અને તેણે રમત માટે શું કર્યું છે, પરંતુ એક લાઇન છે અને તમે તેને પાર નથી કરતા."


સ્ટીવ હાર્મિસને સેમ કોન્સ્ટાસ માટે એક સૂચન કર્યું

સ્ટીવ હાર્મિસને સેમ કોન્સ્ટાસ માટે એક સૂચન કર્યું

ઇંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બૉલરે સેમ કોન્સ્ટાસ માટે એક સૂચન પણ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, 'સેમ પાસે સ્કૂપ છે, તેની પાસે મોટા શોટ્સ છે. પરંતુ શું તેની પાસે વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે ટેસ્ટ મેચ ક્રિકેટ માટે રક્ષણાત્મક ટેક્નિક છે? આ કંઈક એવું છે જે તેણે સમજવાની જરૂર છે. જો તે યોગ્ય રીતે કરે છે, તો તેની પાસે એક સારી તક છે કારણ કે તે આક્રમક હોઈ શકે છે અને બૉલ પર હુમલો કરવાની સારી માનસિકતા ધરાવે છે. પરંતુ મને લાગે છે કે તે ડેવિડ વૉર્નર બનવા માગે છે, અને ટેક્નિકલી રીતે, તે વૉર્નર જેટલો સારો નથી, જો તે ઇંગ્લેન્ડ સામે બેટિંગ શરૂ કરે છે, તો મને ખુશી થશે. હું વાસ્તવમાં ખૂશ રહીશ. પરંતુ તે ફક્ત 19 વર્ષનો છે, અને તે સુધરો કરવા જઈ રહ્યો છે. જોકે, જો તે આમ જ ચાલુ રહેશે તો તેણે પરિણામ ભોગવવા પડશે.

બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવ્યું અને શ્રેણી જીતવામાં સફળ રહ્યું. 10 વર્ષ પછી, ઓસ્ટ્રેલિયન ટીમ બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top