આદમખોરને સારા કહેવડાવે એવી હરકત! 15 વર્ષના છોકરા સાથે 4 લોકોએ 1 મહિના સુધી કરી હેવાનિયત

આદમખોરને સારા કહેવડાવે એવી હરકત! 15 વર્ષના છોકરા સાથે 4 લોકોએ 1 મહિના સુધી કરી હેવાનિયત

06/16/2022 Shocking Stories

SidhiKhabar

SidhiKhabar

આદમખોરને સારા કહેવડાવે એવી હરકત! 15 વર્ષના છોકરા સાથે 4 લોકોએ 1 મહિના સુધી કરી હેવાનિયત

રાજસ્થાન ડેસ્ક : રાજસ્થાનમાં ફરી એકવાર માણસાઈને શરમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. બિકાનેર જિલ્લાના બજ્જુ વિસ્તારમાં 4 બદમાશોએ હેવાનિયતની બધી જ હદો પાર કરી નાખી. પહેલા તો ચારેય પાડોશીઓએ મળીને એક 15 વર્ષના સગીરનું અપહરણ કર્યું, પછી એક મહિના સુધી દુષ્કર્મ કરતાં રહ્યા. એક રિપોર્ટ અનુસાર, પીડિતની માતાએ પોલીસને જણાવ્યું છે કે ગયા મહિને 5 તારીખે તેનો 15 વર્ષીય પુત્ર નનિહાલ જઈ રહ્યો હતો. ત્યારે જ નનિહાલમાં તેમના પાડોશી જસરાજ, તેના સંબંધી હરીશ, સોમરાજ અને વિકાસે તેનું અપહરણ કરી લીધું.


દારૂ પીવરવ્યા બાદ ગુપ્તાંગમાં પેટ્રોલ નાખ્યું.

દારૂ પીવરવ્યા બાદ ગુપ્તાંગમાં પેટ્રોલ નાખ્યું.

અપહરણ કર્યા બાદ પિકઅપમાં બેસાડીને લૂણકરણ લઈ ગયા. રસ્તામાં આરોપીઓએ તેને બળજબરીપૂર્વક દારૂ પીવડાવ્યોને અને મારામારી કરી. આ દરમિયાન તેમણે સગીર વયના છોકરાને ભીષણ યાતનાઓ આપી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ હેવાનોએ બાળકના ગુપ્તાંગમાં પેટ્રોલ નાખ્યું અને સાથે જ તેના શરીરને ડામ દીધું. ત્યારબાદ ચારેય આરોપીઓએ લૂણકરણસરમાં સ્થિત હોટલમાં સગીર વયના પીડિત સાથે દુષ્કર્મ કર્યું. જ્યારે તેની ફરિયાદ કરવામાં આવી તો આરોપીઓએ સગીરના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી.


પોલીસ તપાસમાં જૂની દુશ્મની સામે આવી હતી.

પોલીસ તપાસમાં જૂની દુશ્મની સામે આવી હતી.

એક અન્ય રિપોર્ટ અનુસાર આ સગીર એક મહિના સુધી તેમની પકડમાં રહ્યો. જ્યારે 4 જૂન ના રોજ તે કોઈ રીતે તેમની પકડમાંથી ભાગી છૂટયો. તો આ ઘટનાનો ખુલાસો થયો. હવે પીડિતની માતાએ બજ્જુ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે. તો પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદ બાદ તપાસ ચાલી રહી છે. બિકાનેરની SP ચંદ્રાએ કહ્યું કે, આરોપી અને પીડિત પરિવારમાં જૂની દુશ્મની છે. અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકના ગુપ્તાંગ અને અન્ય ભાગો પર સામાન્ય ઇજા થઈ છે.


રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પરદેશમાં પણ રેપ ની ઘટના સામે આવી છે.

રાજસ્થાન ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઉત્તર પરદેશમાં પણ રેપ ની ઘટના સામે આવી છે.

થોડા દિવસ પહેલા મધ્ય પ્રદેશમાં એક શરમજનક ઘટના બની હતી. અહીં ત્રણ હેવાનોએ એક વિધવા મહિલા સાથે દુષ્કર્મ કરીને તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો હતો. ઘટનાસ્થળે પીડિત મહિલાની બહેન પણ હાજર હતી, પરંતુ તેમનું ઘર સૂમસામ જગ્યાએ હોવાના કારણે તેની ચીસો કોઈએ સાંભળી નહોતી. આ મહિલાને ત્યારબાદ હોસ્પિટલ લઈ જવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો ઉત્તર પ્રદેશના બદાયુંમાં આંગણવાળી કાર્યકર્તા સાથે રેપ કરવામાં આવ્યો હતો અને તેની સાથે ક્રૂર વર્તન કરીને ઘર બહાર ફેકી દેવામાં આવી હતી. એ મહિલાની સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top