કોલકાતાની ઘટના બાદ ગાંધીનગર મેડિકલ કૉલેજનો અજીબ સર્ક્યુલર, લગાવી દીધી શરતો

કોલકાતાની ઘટના બાદ ગાંધીનગર મેડિકલ કૉલેજનો અજીબ સર્ક્યુલર, લગાવી દીધી શરતો

08/16/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોલકાતાની ઘટના બાદ ગાંધીનગર મેડિકલ કૉલેજનો અજીબ સર્ક્યુલર, લગાવી દીધી શરતો

પશ્ચિમ બંગાળના કોલકાતાની મેડિકલ કૉલેજમાં એક લેડી ડૉક્ટર સાથે બળાત્કાર બાદ હત્યાની ઘટનાથી સમગ્ર દેશમાં ગુસ્સો છે. ડૉક્ટરો તરફથી નો સિક્યોરિટી, નો ડ્યુટી હેઠળ તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતની ગાંધીનગર મેડિકલ કૉલેજના ડીને સુરક્ષાની જવાબદારી ખુદ ડૉકટરો પર નાખી દીધી છે. ડીન તરફથી જાહેર કરવામા આવેલા સર્ક્યૂલરમાં વ્યાપકપણે કહેવામાં આવ્યું છે કે મહિલા ડૉકટર રાત્રે બહાર ન જાય. તેઓ રાત્રે બહાર જવાનું ટાળે. જો જરૂરી હોય તો, તેઓ કોઈને સાથે લેઇને જ જાય. મેડિકલ કૉલેજ અને હોસ્ટેલમાં પણ તેઓ કોઇ મહિલા કે કોઈ જાણીતા સહકર્મચારી સાથે રાખે.


મોડી રાત્રે બહાર જવાનું ટાળે

મોડી રાત્રે બહાર જવાનું ટાળે

GMERS સંચાલિત રાજ્ય સરકારની ગાંધીનગર મેડિકલ કૉલેજના ડીન ડૉ. શોભના ગુપ્તાએ જણાવ્યું હતું કે મહિલા ડૉક્ટરોએ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઈએ. ડીન શોભના ગુપ્તાએ એ આદેશ પણ ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો છે કે મોડી રાત્રે બહાર ન નીકળવા જણાવ્યું છે. કોઈ પણ અપ્રિય પરિસ્થિતિમાં તેઓ મહિલા હેલ્પલાઈન 181 પર કૉલ કરે. સર્ક્યૂલરમાં કોલકાતાની મેડિકલ કૉલેજમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાનો ઉલ્લેખ કરીને ડીને ચેતવણી આપી છે કે જો તમે રાત્રે બહાર નીકળો તો કોઈને સાથે લઈ જાવ.


સર્ક્યૂલરથી સ્ટાફમાં નારાજગી

સર્ક્યૂલરથી સ્ટાફમાં નારાજગી

ડીનના સર્ક્યૂલરમાં મહિલા ડૉકટરો, નર્સો અને વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સર્ક્યૂલરમાં ગાંધીનગર મેડિકલ કૉલેજમાં સુરક્ષા સઘન બનાવવા અને અસામાજિક તત્વોના પ્રવેશ પર મોનિટરિંગ કરવાનો કોઈ ઉલ્લેખ નથી. ડીનના સર્ક્યૂલરને લઈને ગાંધીનગર મેડિકલ કૉલેજના મહિલા સ્ટાફમાં નારાજગગી છે. તેમનું કહેવું છે કે રાત્રે બહાર નીકળવું અને હંમેશા કોઈને પોતાની સાથે રાખવું એ બિલકુલ શક્ય નથી. એવામાં વહીવટીતંત્રએ ઓછામાં ઓછું અમને એલર્ટ કરવા સાથેન સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા અને સુવિધાઓ પ્રદાન કરવા અને બિનજરૂરી લોકોની હિલચાલ પર મોનિટરિંગ પર ધ્યાન આપવું જોઈએ. ગુજરાતમાં કુલ 40 મેડિકલ કૉલેજો છે. તેમાં 23 સરકારી મેડિકલ કૉલેજો છે. કોલકાતાની મેડિકલ કૉલેજ પર જે રીતે ટોળાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ડૉક્ટરો વધુ ચિંતિત છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top