આ વિધિથી કરો ગણપતિની સ્થાપના, શુભ મુહૂર્ત અને પૂજા કરવાની યોગ્ય રીત જાણો

આ વિધિથી કરો ગણપતિની સ્થાપના, શુભ મુહૂર્ત અને પૂજા કરવાની યોગ્ય રીત જાણો

08/22/2025 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ વિધિથી કરો ગણપતિની સ્થાપના, શુભ મુહૂર્ત અને પૂજા કરવાની યોગ્ય રીત જાણો

ભગવાન ગણેશના જન્મોત્સવને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ વિધ્નહર્તા ભગવાન ગણેશનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ તિથિ અંગ્રેજી કેલેન્ડર મુજબ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે. વર્ષ 2025માં, ગણેશ ચતુર્થીનો તહેવાર 27 ઑગસ્ટ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર આગામી 10 દિવસ સુધી ચાલુ રહેશે અને આ તહેવાર અનંત ચૌદશના દિવસે ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે.


ગણેશ ઉત્સવ અને પૂજા મુહૂર્ત

ગણેશ ઉત્સવ અને પૂજા મુહૂર્ત

ગણપતિ સ્થાપના માટે મધ્યાહનનો સમયને યોગ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન કાળમાં થયો હતો, એટલે ગણેશ પૂજા અથવા ગણેશ સ્થાપના માત્ર આ સમયે જ કરો. આ દરમિયાન પૂરા વિધિ-વિધાન સાથે પૂજા કરો.


ગણેશ સ્થાપના વિધિ

ગણેશ સ્થાપના વિધિ

સૌ પ્રથમ, ભગવાન ગણેશનું આહ્વાન કરો. તેમાં, ભગવાન ગણેશની મૂર્તિ સામે આવાહન મુદ્રાનું આહવાન કરો.

આવાહન મંત્રનો પાઠ કરતાં ભગવાન ગણેશની મૂર્તિમાં પ્રાણ-પ્રતિષ્ઠા કરો.

આવાહન અને પ્રતિષ્ઠાપન બાદ મંત્રનો પાઠ કરતા આસન માટે ભગવાન ગણેશને 5 ફૂલો અર્પણ કરો.

આસન સમર્પણ બાદ મંત્ર પાઠ કરતા, ભગવાન ગણેશને પગ ધોવા માટે જળ અર્પણ કરો.

ત્યારબાદ આચમન માટે ભગવાન ગણેશને જળથી સ્નાન કરાવો.

જળથી  સ્નાન બાદ, ભગવાન ગણેશને પંચામૃતથી સ્નાન કરાવો.

પંચામૃતથી સ્નાન બાદ, ભગવાન ગણેશને દૂધથી સ્નાન કરાવો.

ત્યારબાદ ભગવાન ગણેશને દહીં, ઘી, મધ, ખાંડ, સુગંધિત તેલથી સ્નાન કરાવો, તેમને શુદ્ધ જળથી સ્નાન કરાવો,

મોલીના રૂપમાં કપડાં અર્પણ કરો, યજ્ઞોપવીત અર્પણ કરો, સુગંધિત દ્રવ્ય અર્પણ કરો, અક્ષત અર્પણ કરો.

ભગવાન ગણેશને પુષ્પ માળા, શમી પત્ર, દૂર્વા અર્પણ કરો.

ભગવાન ગણેશને તિલક કરવા માટે સિંદૂર ચઢાવો, ભગવાન ગણેશને ધૂપ સમર્પિત કરો.

ભગવાન ગણેશને દીપ સમર્પિત કરો, નૈવેદ્ય ચઢાવો, ચંદન યુક્ત જળ, પાન, સોપારી સમર્પિત કરો.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Sidhikhabar.com તેની પુષ્ટિ કરતું નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top