નવી સંપત્તિ ખરીદવાનું વિચારી રહેલા જાતકો માટે સારો દિવસ, જાણો આજનું રાશિફળ

નવી સંપત્તિ ખરીદવાનું વિચારી રહેલા જાતકો માટે સારો દિવસ, જાણો આજનું રાશિફળ

08/16/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

નવી સંપત્તિ ખરીદવાનું વિચારી રહેલા જાતકો માટે સારો દિવસ, જાણો આજનું રાશિફળ

મેષ

આજે તમારું મન સરળ કામને છોડીને કઈક અલગ કરવા તરફ આકર્ષિત થઈ શકે છે. આજે બિઝનેસ એસોસીએટ તમારી પાસેથી સલાહ અને માર્ગદર્શન લેશે. તમારા માન સન્માનમાં આજે વધારો થશે. તમને તમારા જીવનસાથી તરફથી સન્માન મળશે અને પારિવારિક સંપત્તિમાં પણ વધારો થશે. ઉપાય: ભૂખ્યા લોકોને ભોજન કરાવો.


વૃષભ

વૃષભ

આજે રાજકીય દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. તમને લોકોનો સહયોગ મળવાના કારણે મનમાં ખુશી રહેશે. તમને ગવર્નન્સનો પૂરેપૂરો લાભ મળશે અને કોઈ સરકારી યોજનાનો લાભ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના સ્ત્રોતોમાં વધારો થશે. ઉપાય: સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો.


મિથુન

મિથુન

આજે કામ પર વધુ સારો ખર્ચ કરશે. આજે તમારા સેક્ટરમાં તમને તમારા સિનિયરનો પૂરો સહયોગ મળશે. આજે સહ કર્મચારીઓ પણ તમારી સલાહથી કામ કરશે, જેના કારણે મનમાં ખુશી રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તમે આજે તે પરત મેળવી શકો છો. ઉપાય: પીળી વસ્તુઓનું દાન કરો.


કર્ક

કર્ક

આજે ઓફિસમાં તમારા વિચારો અનુસાર માહોલ બનશે. આજે તમે થોડી ખરીદી પણ કરી શકો છો. પરંતુ, તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું પડશે. નહીં તો, આગામી સમયમાં તમારી આર્થિક પરિસ્થિતિ બગડી શકે છે. ઉપાય: માતા-પિતાના આશીર્વાદ લો.


સિંહ

સિંહ

આજે નોકરી પર તમારા દુશ્મનો પણ તમારી સામે શુભેચ્છક બનશે, પરંતુ તમારી પાછળ સમસ્યા ઊભી કરી શકે છે. નવી સંપત્તિ ખરીદવાનું વિચારી રહેલા જાતકો માટે આજે દિવસ સારો રહેશે. ઉપાય: દેવી લક્ષ્મીની પૂજા કરો.


કન્યા

કન્યા

આજે બિઝનેસમાં તમારી મહેનતનું પરિણામ ન મળવાને કારણે તમે નિરાશ થઈ શકો છો. જોકે, આજે તમારે તમારી વાણી અને વર્તન બંનેમાં સંયમ તથા સાવધાની રાખવી પડશે. આજે વેપારમાં લાભની સંભાવના જોવા મળશે તો કેટલાક અવરોધો પણ આવશે. તેથી આજે કોઈને ઉધાર આપવાનું ટાળો. સાંજે મિત્રોની મદદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઉપાય: માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો.


તુલા

તુલા

આજે ફિલ્ડમાં ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે. નોકરી પર આજે તમે કોઈ નવા પ્રોજેક્ટ પર પણ કામ કરી શકો છો. જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. રિયલ એસ્ટેટના મામલે કેટલાક મહત્વના દસ્તાવેજો ગુમ થવાના કારણે આજે કેટલીક સમસ્યાઓ આવી શકે છે, તેથી સાવધાન રહો. આજે બિઝનેસમાં ઉતાર-ચઢાવ આવશે, તેમ છતાં તમને તમારા હરીફો કરતા વધારે લાભ મેળવવાની તક મળશે. ઉપાય: હનુમાનજીને સિંદૂર ચઢાવો.


વૃશ્ચિક

વૃશ્ચિક

નોકરી-ધંધામાં કોઈ નવા વિચાર પર કામ કરશો તો પાછળથી તેનો લાભ તમને મળશે અને કામમાં પરિવર્તન આવશે. ઉપાય: વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.


ધન

ધન

આજે ક્ષેત્રમાં કામ કરતી વખતે સાવચેત અને સજાગ રહો. કારણ કે, દુશ્મનો તમને નુકશાન પહોંચાડવાના દરેક સંભવિત પ્રયત્નો કરશે. આજે બેંકમાંથી લોન લેવાનું વિચારી રહેલા જાતકો માટે દિવસ શુભ રહેશે. પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારી રહેલા જાતકોને તે કામ માટે સમય મળશે. ધંધામાં કોઈ જોખમ લેવું હોય તો પિતાની સલાહ માનીને જ લેવું. ઉપાય: જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.


મકર

મકર

આજે ભાગીદારીમાં બિઝનેસમાં તમને ઘણો નફો મળશે. તમારે આજે તમારા બાળકના શિક્ષણ સાથે સંબંધિત કોઈ નિર્ણય લેવો પડી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ આજે ઈમાનદારીથી કામ કરવું જોઈએ. પોતાના નિર્ધારિત નિયમોનું ધ્યાન રાખવું પડશે. ઉપાય: ગણેશજીને લાડુ ચઢાવો.


કુંભ

કુંભ

આજે તમારે ફિલ્ડ પર ઉતાવળમાં કોઈ કામ ન કરવું જોઈએ, નહીં તો ભૂલ થઈ શકે છે. તેથી વિચાર્યા બાદ જ બધું કરો. ઉપાય: શિવ જાપમાલાનો પાઠ કરો.


મીન

મીન

વ્યવસાયમાં કોઈ જોખમ લેવાનું વિચારી રહેલા જાતકો માટે આજે દિવસ સારો રહેશે. આવામાં તમને તમારા ભાઈ-બહેનનો સહયોગ પણ મળશે. આજે તમારા ખર્ચા વધારે રહેશે. બીજી તરફ આવક ઓછી રહેશે, છતાં તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આજે કોઈ મોટું કામ કરવું હોય તો તમારા પરિવારના સભ્યોની સલાહ જરૂર લેશો તો તમને આમાં સફળતા મળશે. ઉપાય: શનિ ચાલીસાનો પાઠ કરો, પીપળાને જળ ચઢાવો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top