ખ્યાતિ હૉસ્પિટલ કાંડ: સરાકારે ગોબાચારી કરતી રાજ્યની 7 હૉસ્પિટલોને PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરી
Khyati Hospital scandal: અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના ડૉક્ટરોની લાલચ અને બેદરકારીના કારણે 2 લોકોએ જીવ ગુવાવવો પડ્યો હતો, જેને લઇને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઇ છે. ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા સરકારી પૈસા ખંખેરવા માટે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરાયો હતો. હવે સરકારે ગોબાચારી કરતી 7 હૉસ્પિટલ અને 4 ડૉક્ટરો વિરુધ કાર્યવાહી કરી છે.
તપાસમાં સામે આવ્યું કે, ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકો દ્વારા PM-JAY યોજના હેઠળ રૂપિયા સરકારી પૈસા ખંખેરવા કૌભાંડ કરવામાં આવ્યું. હવે આરોગ્ય વિભાગે ગોબાચારી કરતી રાજ્યની હૉસ્પિટલોને શોધી કાઢી છે. રાજ્યની 7 હૉસ્પિટલોને PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદની ૩, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હૉસ્પિટલ અને ગીર સોમનાથની હૉસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે. એ સિવાય 4 ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા 4 ડૉક્ટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હૉસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણીનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં જો અન્ય કોઈ હૉસ્પિટલ કે ડૉક્ટરના નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp