Gambhira Bridge Collapse: ગંભીરા બ્રિજ અકસ્માત બાદ સરકાર એક્શનમાં, 4 એન્જિનિયર તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ; સાથે જ અપાયો આ આદેશ
Gambhira Bridge Collapse: ગંભીરા પુલ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અકસ્માતની વિગતવાર અને ઊંડાણપૂર્વકની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. નિષ્ણાતોની એક ટીમને જવાબદારી સોંપવામાં આવી હતી, જેને સમારકામ, નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી અંગેનો અહેવાલ સુપરત કરવાનો હતો પ્રાથમિક તપાસ બાદ નિષ્ણાત સમિતિએ 5 એન્જિનિયરોની જવાબદારી નક્કી કરી હતી. આ બાબતની નોંધ લેતા પાંચેય એન્જિનિયરોને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના નામ એન.એમ નાઇકવાલા (કાર્યકારી એન્જિનિયર), યુસી પટેલ (ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર), આર.ટી. પટેલ (ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર) અને જેવી શાહ (સહાયક એન્જિનિયર) છે.
માર્ગ અને મકાન વિભાગની આ તપાસ સમિતિમાં મુખ્ય એન્જિનિયર સી.પી.પટેલ, એન. કે. પટેલ ઉપરાંત અધિક્ષક એન્જિનિયર કે. એમ. પટેલ, એમ. બી. દેસાઈ અને એન. વી. રાઠવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓ આજે દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. કમિટી તપાસ કર્યા બાદ રિપોર્ટ રાજ્ય સરકારને સોંપશે.
બ્રિજ દુર્ઘટના બાદ 9 જુલાઈએ ઘટનાસ્થળે પહોંચેલા R&Bના કાર્યપાલક એન્જિનિયર એન.એમ.નાયકાવાલાએ બચાવ કરતા કહ્યું હતું કે, બ્રિજના રિપોર્ટમાં ક્યાંય મેજર ડેમેજ નહોતું. જો કે, તપાસ કમિટીની પ્રાથમિક તપાસમાં નાયકાવાલાની બેદરકારી જણાતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અન્ય પુલોનું તાત્કાલિક અને સંપૂર્ણ નિરીક્ષણ કરવાના નિર્દેશ આપ્યા છે. મહિસાગર નદી પર ગંભીરા પુલ તૂટી પડવાથી મૃત્યુઆંક વધીને 18 પર પહોંચી ગયો છે. મધ્ય ગુજરાત-સૌરાષ્ટ્રને જોડનાર આ 4 દાયકા જૂના પુલનો એક ભાગ બુધવારે સવારે નદીમાં તૂટી પડ્યો હતો. ત્યાંથી પસાર થતા ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા. વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાના જણાવ્યા અનુસાર, NDRF અને SDRFની ટીમો નદીમાં 4 કિલોમીટર સુધી વ્યાપક સ્તર પર શોધખોળ કરી રહી છે. અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે 2 લોકો હજુ પણ ગુમ છે. અન્ય કોઈ ગુમ વ્યક્તિની જાણ કરવા માટે લોકો અમારા કંટ્રોલ રૂમ પર ફોન કરી શકે છે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp