હળદર અને લીંબુનો આ રીતે ઉપયોગ કરશો તો કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાશે

હળદર અને લીંબુનો આ રીતે ઉપયોગ કરશો તો કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાશે

03/12/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

હળદર અને લીંબુનો આ રીતે ઉપયોગ કરશો તો કેન્સર જેવી બીમારીઓથી પણ બચી શકાશે

પ્રાચીન ભારતમાં આયુર્વેદનું ઘણું મહત્વ હતું અને હવે ધીરે ધીરે તેનો વ્યાપ ફરી વધી રહ્યો છે. હળદરને આયુર્વેદમાં ખૂબ ફાયદાકારક ગણાવવામાં આવી છે.  હળદરમાં બળતરા વિરોધી અને એન્ટિ-સેપ્ટિક ગુણ હોય છે. જેના કારણે આપણું શરીર વિવિધ પ્રકારના ચેપથી સુરક્ષિત રહે છે. પરંતુ જો આ હળદરનો ઉપયોગ લીંબુ અને મધ સાથે કરવામાં આવે તો તેના ફાયદાઓ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઇ જશો. આ માટે, તમારે ફક્ત અડધી ચમચી હળદર, અડધો લીંબુ, એક-બે ચમચી શુદ્ધ મધ અને નવશેકું પાણી લેવાનું રહેશે. પ્રથમ, ગ્લાસમાં લીંબુ નાંખો અને ત્યારબાદ તેમાં પાણી ઉમેરો. પછી હળદર અને મધ મિક્ષ કરીને સવારના નાસ્તાના અડધા કલાક પહેલાં તેને પીવું જોઈએ. આનું નિયમિત સેવન કરવાથી શરીરને જબરદસ્ત ફાયદા થશે. જેની વિગતો નીચે મુજબ છે.

કેન્સરથી બચી શકાય

કેટલાક અભ્યાસોમાં દાવો કરાયો છે કે હળદરનું સેવન કેન્સર સામે રક્ષણ આપે છે. તેની કેન્સર વિરોધી અસરો છે જે કેન્સરના કોષોને મારી નાખે છે. હળદર સ્તન કેન્સર, આંતરડાનું કેન્સર અને પેટના કેન્સરથી બચવા માટે અદ્ભુત ફાયદા આપે છે.

લીવર માટે ફાયદાકારક

આપણા શરીરમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોને લીધે આપણું  લીવર ખૂબ જોખમમાં મૂકાય છે. પરંતુ હળદર, લીંબુ અને મધનું સેવન કરવાથી લીવર આ ઝેરી પદાર્થોની અસરથી બચી જાય છે. લીવરની સમસ્યાઓ દૂર કરવામાં આ હળદરનું મિશ્રણ ખૂબ જ અસરકારક છે.

મેદસ્વીપણાથી છુટકારો

દરરોજ  હળદર, લીંબુ અને મધનું સેવન કરવાથી મેદસ્વીપણાથી પણ રાહત મળે છે.  હળદરના  એન્ટી ઇમ્ફલામેટરી ગુણધર્મોને કારણે શરીરને મેદસ્વીપણાથી રાહત મળે છે. તેમજ ત્વચા સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળે છે. હળદરનો ઉપયોગ ડાયાબિટીઝમાં પણ ફાયદાકારક છે અને આપણા શરીરમાં સુગર લેવલ સામાન્ય રહે છે.

સાંધાના દુખાવામાં રાહત

મલેશિયામાં કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ હળદરનો ઉપયોગ સાંધાનો દુખાવો પણ દૂર કરે છે. હળદરનું સેવન કરવાથી આપણો મૂડ પણ ઠીક રહે છે અને હળદર આપણા મગજ પર પણ સારી અસર કરે છે.

હૃદય માટે ફાયદાકારક

હળદર, લીંબુ અને મધના સેવનથી આંતરડાના અવરોધ અટકાવી શકાય છે. આ હૃદયને લગતી સમસ્યાઓથી બચી શકાય છે. હળદરના ઉપયોગથી મનુષ્યમાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

હળદર વાળ માટે પણ સારું છે

મનુષ્યમાં વાળ ખરવાનું મુખ્ય કારણ તણાવ, નબળો આહાર અથવા હોર્મોન્સનું અસંતુલન છે. હળદરનો ઉપયોગ વાળને મજબૂત અને ઘાટીલા બનાવે છે. આવી સ્થિતિમાં ઉપરોક્ત ત્રણ કારણોની અસર વાળ પર ઓછી થઈ શકે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top