ખ્યાતિ હૉસ્પિટલ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ખ્યાતિ હૉસ્પિટલ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

11/13/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ખ્યાતિ હૉસ્પિટલ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની આવી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકોની પૈસાઓની લાલચે ૨ લોકોના જીવ લઇ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બિલ્ડર કાર્તિક પટેલ ખ્યાતિ હૉસ્પિટલના મૂળ માલિક છે. કન્સ્ટ્રકશનની સાથે સાથે તેઓ શૈક્ષણિક સંસ્થા સાથે પણ સંકળાયેલાં છે. પલોડીયામાં પણ કાર્તિક પટેલ ખ્યાતિ કોલેજ કેમ્પસ ધરાવે છે. આ અગાઉ પણ ખ્યાતિ હૉસ્પિટલમાં સારવારમાં બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. એ છતા હૉસ્પિટલ માલિકને જરાય આંચ આવી નહોતી.


શું છે મામલો?

શું છે મામલો?

મીડિયા રિપોર્ટ મુજબ, 10 નવેમ્બરે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામમાં 'મેડિકલ કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 120 લોકોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૨૦ લોકોને ડૉક્ટરોએ એમ કહ્યું હતું કે કે, 'તમારા હૃદયમાં સમસ્યા છે એટલે વધુ સારવાર માટે આયુષ્યમાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે અમદાવાદની હૉસ્પિટલમાં આવવું પડશે.' બીજા દિવસ હૉસ્પિટલ દ્વારા આ 'કથિત' દર્દીઓને લેવા માટે ખાસ બસ મોકલવામાં આવી હતી. દર્દીઓ જેવા જ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં પહોંચ્યા, તેણી સાથે જ 'સ્વાસ્થ્ય ચકાસણી'ની વિવિધ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. સૌપ્રથમ ડૉક્ટરોએ આ દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. એન્જિયોગ્રાફી બાદ સાત દર્દીઓમાં સ્ટેન્ટ મૂકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દર્દીઓએ જ્યારે પૂછ્યું કે, 'શું સમસ્યા છે? અમારા રિપોર્ટમાં શું આવ્યું છે?' ત્યારે ડૉક્ટરોએ કોઇ જવાબ આપ્યો નહોતો.

એટલું જ નહીં સ્ટેન્ટ લગાવતા પહેલા દર્દી કે તેમના સ્વજન પાસે સંમતિ ફોર્મ ઉપર પણ કોઇ હસ્તાક્ષર કરાયા નહોતા. ત્યારબાદ સોમવારે મોડી રાત્રે ૨ દર્દીઓના મોત થઇ ગયા ત્યારે સગા-સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી. કોઇ પણ પરેશાની વિના હૉસ્પિટલ આવ્યા હોવા છતાં મોત થઇ જવાથી દર્દીઓના સ્વજનો-ગ્રામજનોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હૉસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો.


ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા:

ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા:

ખ્યાતિ હૉસ્પિટલની સમગ્ર ઘટના અંગે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પણ નિવેદન આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે, ખ્યાતિ હૉસ્પિટલની ધટના અંગે જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ હૉસ્પિટલની બેદરકારી જોવા મળી રહી છે. ખ્યાતિ હૉસ્પિટલ સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે. આગામી સમયમાં મલ્ટી સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં પ્લાન્ડ સર્જરી અંગે sop બનાવાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top