વરસાદ બાદ ફરી એકવાર મેચ શરુ, શુભમન ગિલ-ઈશાન કિશન ક્રિઝ પર

વરસાદ બાદ ફરી એકવાર મેચ શરુ, શુભમન ગિલ-ઈશાન કિશન ક્રિઝ પર

09/02/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

વરસાદ બાદ ફરી એકવાર મેચ શરુ, શુભમન ગિલ-ઈશાન કિશન ક્રિઝ પર

એશિયા કપ 2023માં આજે ક્રિકેટની બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ શ્રીલંકાના કેંડીના પલ્લેકેલે ઈંન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનને ગ્રુપ એમાં રાખવામાં આવ્યા છે જેમાં નેપાળની ટીમ પણ સામેલ છે. પાકિસ્તાને પહેલી મેચમાં શાનદાર જીત મેળવી હતી જ્યારે ભારત માટે આ પહેલી મેચ છે.


વરસાદ બાદ ફરી મેચ શરુ

મેચમાં બીજી વાર વરસાદ શરુ થતા મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવ્યો હતો ત્યારે હવે મેચ ફરીથી શરુ કરવામાં આવ્યો છે. હાલ શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ભારતનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને 51 રન છે


મેચમાં ફરી એકવાર વરસાદ શરુ થયો

ભારત પાકિસ્તાન મેચમાં ફરી એકવાર વરસાદ શરુ થતા મેચને રોકી દેવામાં આવી છે. ભારતીય ટીમ હાલ મુશ્કેલીમાં છે. ભારતની ટીમે 11.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 51 રન કર્યા છે. ઈશાન કિશન 2 અને શુભમન ગિલ 6 રન બનાવીને ક્રિઝ પર છે. અત્યાર સુધીમાં ભારતે રોહિત શર્મા 11, વિરાટ કોહલી 4 અને શ્રેયસ ઐયર 14 રન બનાવીને આઉટ થયા છે.

END OF OVER 10 : IND: 48/3


ભારતને ત્રીજો ઝટકો લાગ્યો

ભારતીય ટીમને ત્રીજો ઝટકો શ્રેયસના રુપમાં લાગ્યો છે. ઐયર 14 રન બનાવીને આઉટ થયો છે. ભારતનો સ્કોર 10 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 48 રન થયો છે.

રોહિત બાદ કોહલી આઉટ

ભારતીય ટીમને બીજો ઝટકો લાગ્યો છે. શાહીન આફ્રિદીએ વિરાટ કોહલીને બોલ્ડ કરીને આઉટ કર્યો છે. કોહલી ચાર બનાવીને આઉટ થયો છે. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ બે વિકેટ ઝડપી છે.

END OF OVER 5 : IND: 15/1

કેપ્ટન રોહિત શર્મા આઉટ

ભારતીય ટીમને પહેલો ઝટકો લાગ્યો છે કેપ્ટન રોહિત શર્મા 22 બોલમાં 11 રન બનાવી આઉટ થયો છે, તેણે પોતાની ઇનિંગ દરમિયાન બે ચોગ્ગા ફટકાર્યા હતા, શાહીન આફ્રિદીએ રોહિતને બોલ્ડ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો છે.


વરસાદ બાદ મેચ ફરી શરુ

ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં પીચ પરથી કવર હટાવી લેવામાં આવ્યા છે અને ભારતની બેટિંગ ફરી શરુ થઈ ગઈ છે.

વરસાદને કારણે મેચ રોકાઈ

ભારત અને પાકિસ્તનના મેચમાં ફરી એકવાર વરસાદ શરુ થતા મેચને સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને પીચને કવરથી ઢાંકવામાં આવી છે. હાલ ભારતનો સ્કોર 4.2 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર 15 રન થયો છે. રોહિત શર્માએ 18 બોલમાં 11 રન કર્યા છે જેમાં બે ચોગ્ગા સામેલ છે જ્યારે શુભમન ગિલ હજુ ખાતુ પણ ખોલાવી શક્યો નથી.

ભારતની બેટિંગ શરુ

ભારતીય ટીમની બેટિંગ શરુ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં શુભમન ગિલ બેટિંગ કરી રહ્યો છે. પાકિસ્તાન તરફથી બોલિંગની શરુઆત શાહિન શાહ આફ્રિદીએ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top