અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

04/29/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇનકાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ મંગળવારે ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર વસાહતો તોડી પાડી. સંયુક્ત પોલીસ કમિશનર (ક્રાઈમ) શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, અહીં મોટાભાગના બાંગ્લાદેશીઓ રહેતા હતા. આ દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. દબાણ વિરોધી ઝુંબેશ સામે દાખલ કરાયેલી અર્જન્ટ અપીલને પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે.


ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી

ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી

મળતી માહિતી મુજબ, આજે સવારથી શરૂ થયેલી કાર્યવાહીમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવામાં આવી છે. આ ઝુંબેશ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રની સાથે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ અગાઉ ગેરકાયદેસર રીતે રહેતા લોકોની ધરપકડ બાદ અહીં ઓપરેશન ક્લીન ચંડોળા શરૂ કરવામાં આવ્યું હતું.


બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કર્યો હતો

બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કર્યો હતો

.છેલ્લા કેટલાક વર્ષોથી, અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનું સમગ્ર ભૂગોળ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. માત્ર 14 વર્ષમાં તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે. વર્ષ 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવના પાણી સંગ્રહ કરવાની ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025માં, એટલે કે 14 વર્ષ બાદ, અહીંની તસવીર બદલાઈ ગઈ છે. તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દબાણ છે. ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર દબાણ થયું હોવાનું ઘણી વખત સામે આવી ચૂકી છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે ગેરકાયદેસર રીતે જમીન હડપી લીધી છે. ચંડોળા તળાવ બાંગ્લાદેશી ઘૂસણખોરો માટે સૌથી મોટું આશ્રય સ્થાન બની ગયું હતું. છેલ્લા 14 વર્ષોમાં, ચંડોળા તળાવનો આકાર ઝડપથી ઓછો થયો છે અને તેની અંદર પાકા ઘરો, મસ્જિદો અને નાની નાની ફેન્ટ્રીઓ બનવા લાગી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top