બરફની શિવલિંગ, મિની અમરનાથ.. મનાલીમાં ક્યાં છે અંજની મહાદેવ, જ્યાં ફાટ્યું વાદળ?

બરફની શિવલિંગ, મિની અમરનાથ.. મનાલીમાં ક્યાં છે અંજની મહાદેવ, જ્યાં ફાટ્યું વાદળ?

07/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

બરફની શિવલિંગ, મિની અમરનાથ.. મનાલીમાં ક્યાં છે અંજની મહાદેવ, જ્યાં ફાટ્યું વાદળ?

હિમાચલ પ્રદેશમાં મનાલીમાં ગત રાત્રે ભારે વરસાદ બાદ અંજની મહાદેવ મંદિર પાસે નાળામાં પૂર આવી ગયું. અહી સોલાંગ વેલીમાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. જાણકારી મુજબ 2 ઘર તૂટી ગયા છે, જ્યારે એક ઘરને નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સોલાંગ વેલીથી 3-4 કિમી ઉપર જઈને અંજની મહાદેવનું મંદિર છે. અહી અમરનાથની જેમ શિયાળામાં પ્રાકૃતિક રૂપે બરફથી શિવલિંગનું નિર્માણ થાય છે. અહી પર્વતીય ઝરણું પડે છે અને પછી એ બરફમાં બદલાઈને શિવલિંગનો આકાર લઈ લે છે.


અમરનાથની જેમ અહી શિવલિંગ બને છે

અમરનાથની જેમ અહી શિવલિંગ બને છે

જાણકારી મુજબ, મનાલીથી 15 કિમી દૂર સોલાંગ વેલી છે. અહી મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવે છે. અહીથી 3-4 કિમી પગપાળા રસ્તો અંજની મહાદેવ મંદિર સુધી જાય છે. અંજની મહાદેવ 11.5 ફૂટની ઊંચાઈ પર છે અને અહી દર વર્ષે આખી સીઝનમાં ટૂરિસ્ટ આવે છે. મહત્ત્વની વાત છે કે શિયાળામાં પ્રાકૃતિક રૂપે અમરનાથની જેમ અહી શિવલિંગ બને છે. આ શિવલિંગનો આકાર 30 ફૂટ કરતા વધારે ઊંચો હોય છે. અંજની મહાદેવથી પડતું ઝરણું બરફ બનીને શિવલિંગનું રૂપ ધારણ કરી લે છે. અહી શિયાળામાં પારો શૂન્ય ડિગ્રી સુધી પહોંચી જાય છે.


શું છે માન્યતા?

શું છે માન્યતા?

માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં મા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે અને મુક્તિ મેળવવા માટે અહી તપસ્યા કરી હતી અને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા હતા. ત્યારથી અહી શિવલિંગ બને છે. માનવામાં આવે છે કે આજથી અનેક વર્ષો અગાઉ ગુરુ બાબા પ્રકાશ પુરીજી મહારાજે આ જગ્યાની શોધ કરી હતી. મંદિર સાથે જ આ જગ્યાએ સંત બાબાજીની ઝુંપડી પણ છે.


અંજની મહાદેવજીમાં શું થયું?

અંજની મહાદેવજીમાં શું થયું?

મનાલીના અંજની મહાદેવમાં ગત રાત્રે મુશળધાર વરસાદના કારણે નાળામાં પુર આવી ગયો અને ધૂંધીથી લઈને પચલાન સુધી નુકસાન પહોંચ્યું છે. અહી નાળામાં મોટા મોટા પથ્થર પાણી સાથે વહીને લેહ મનાલી લાઇવે પર પહોંચી ગયા. હાલમાં હાઇવેને ચાલુ કરવા માટે BROની મશીનરી લાગી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top