10 ફ્રેન્ચાઈઝીઓ પાસે કેટલા પૈસા અને RTM બાકી છે? નજર RCB પર રહેશે
IPL 2025 મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે ઘણા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. રિષભ પંતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો. એ સિવાય શ્રેયસ અય્યર બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી હતો. પ્રથમ દિવસે 72 ખેલાડીઓ પર 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. 72 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓને 20 કરોડથી વધાપે પૈસા મળ્યા છે. પ્રથમ દિવસે તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓ પર ખૂબ પૈસા વરસાવ્યા હતા. ત્યારબાદ હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે બીજા દિવસે તમામ 10 ફ્રેન્ચાઈઝી પાસે કેટલા પૈસા અને કેટલા બાકી છે?
10.ચેન્નાઈ સુપર કિંગ્સ- રૂ. 15.6 કરોડ, RTM-0
દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન રિષભ પંતની હવે લખનૌ સુપર જાયન્ટ્સમાં એન્ટ્રી થઇ ચૂકી છે. મેગા ઓક્શન અગાઉ પંતને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી કે આ વખતે આ ખેલાડી હરાજીના તમામ રેકોર્ડ તોડી નાખશે અને મેગા ઓક્શનમાં કંઈક એવું જ જોવા મળ્યું. પંત હવે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. જેને લખનૌ સુપર જાયન્ટ્સે 27 કરોડમાં ખરીદ્યો હતો. હવે પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે.
તો લખનૌ સુપર જાયન્ટ્સનો ભૂતપૂર્વ કેપ્ટન કે.એલ. રાહુલ હવે દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ થઇ ગયો છે. આ વખતે રાહુલ દિલ્હીની કેપ્ટનશિપ કરતો જોવા મળી શકે છે. કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જોકે RCBએ પણ કેએલ રાહુલને ખરીદવામાં રસ દાખવ્યો હતો, પરંતુ અંતે દિલ્હી કેપિટલ્સે બાજી મારી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp