9 નવેમ્બરથી બદલાશે Google એકાઉન્ટમાં લોગ-ઈન કરવાની રીત : હવે કરવું પડશે આ કામ

9 નવેમ્બરથી બદલાશે Google એકાઉન્ટમાં લોગ-ઈન કરવાની રીત : હવે કરવું પડશે આ કામ

11/08/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

9 નવેમ્બરથી બદલાશે Google એકાઉન્ટમાં લોગ-ઈન કરવાની રીત : હવે કરવું પડશે આ કામ

આ વર્ષે મે મહિનામાં ‘ગૂગલે’ જાહેરાત કરી હતી કે 2021ના અંત સુધીમાં વપરાશકર્તાઓ માટે તેમના ગૂગલ એકાઉન્ટમાં લોગ-ઇન કરવાની રીત બદલાશે. ટેક જાયન્ટે તમામ યુઝર્સ માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન (Two-step verification) પ્રક્રિયાને ફરજિયાત બનાવી છે. 9 નવેમ્બરથી તમામ Google એકાઉન્ટ વપરાશકર્તાઓએ તેમના એકાઉન્ટને ઍક્સેસ કરવા માટે 2-સ્ટેપ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ એક મોટો ફેરફાર છે, કારણ કે તે અકાઉન્ટમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરશે.

આ વર્ષની શરૂઆતમાં અપડેટની જાહેરાત કરતાં Google ની સત્તાવાર બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘2021ના અંત સુધીમાં, અમે 2SVમાં વધારાના 150 મિલિયન Google વપરાશકર્તાઓને સ્વતઃ નોંધણી કરવાની અને તેને પ્રારંભ કરવા માટે 2 મિલિયન YouTube સર્જકોની જરૂર છે.’

શું હશે નવો ફેરફાર?

શું હશે નવો ફેરફાર?

2-સ્ટેપ વેરિફિકેશન મૂળભૂત રીતે તમામ એકાઉન્ટ્સમાં સુરક્ષાનું વધારાનું સ્તર ઉમેરે છે. એકવાર વિકલ્પ એક્ટિવ થઈ ગયા પછી, વપરાશકર્તાઓ જ્યારે પણ તેમના Google એકાઉન્ટમાં લોગ ઇન કરશે ત્યારે OTP સાથે એક SMS અથવા ઇમેઇલ પ્રાપ્ત થશે. વપરાશકર્તાઓ તેમના એકાઉન્ટમાં ફક્ત ત્યારે જ લૉગ ઇન કરી શકશે જ્યારે તેઓ તેમનો વન-ટાઇમ પાસવર્ડ દાખલ કરશે, જે દરેક વખતે તમે તમારું Google એકાઉન્ટ દાખલ કરો ત્યારે બદલાશે.

અહેવાલો મુજબ, ગૂગલ ટુ-સ્ટેપ વેરિફિકેશનને સક્ષમ કરવા માટે તમામ યુઝર્સને ઈમેલ અને ઇન-એપ એલર્ટ મોકલી રહ્યું છે. મેસેજમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો વેરિફિકેશન પ્રક્રિયા હાલ એક્ટિવ નહીં હોય, તો તે 9 નવેમ્બરે આપમેળે સક્રિય થઈ જશે.

કંપનીના જણાવ્યા અનુસાર, 'પાસવર્ડ દાખલ કર્યા પછી, તમારે ફોન પર બીજું step પૂર્ણ કરવું પડશે. જ્યારે તમે લોગ ઇન (login) કરો ત્યારે તમારા ફોનને હાથમાં રાખો. ટુ-સ્ટેપ વેરિફિકેશન 9 નવેમ્બરે આપમેળે સક્રિય થઈ જશે. જો તમે ઇચ્છો, તો તમે પહેલા પણ આ સુવિધાને સક્રિય કરી શકો છો.’

આ રીતે ટુ સ્ટેપ વેરિફિકેશનને એક્ટિવ કરો

Step 1: તમારું Google એકાઉન્ટ ખોલો

Step 2: નેવિગેશન પેનલમાં, security પસંદ કરો

Step 3: Googleમાં સાઇન ઇન કરવાના વિકલ્પ હેઠળ, ટુ-સ્ટેપ વેરિફિકેશન પસંદ કરો

Step 4: ઑન-સ્ક્રીન Steps અનુસરો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top