ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે કરી કમેન્ટ્રી પેનલની જાહેરાત, ભારતીય દિગ્ગજોના નામ પણ છે સામેલ

ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે કરી કમેન્ટ્રી પેનલની જાહેરાત, ભારતીય દિગ્ગજોના નામ પણ છે સામેલ

05/25/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ICCએ T20 વર્લ્ડ કપ 2024 માટે કરી કમેન્ટ્રી પેનલની જાહેરાત, ભારતીય દિગ્ગજોના નામ પણ છે સામેલ

ICCT20 વર્લ્ડ કપ 2024 માટે કમેન્ટ્રી પેનલની જાહેરાત કરી છે. એ ખૂબ મજબૂત પેનલ છે, જેમાં ઘણા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સામેલ છે. ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કર પણ આ પેનલમાં સામેલ છે. T20 વર્લ્ડ કપ 2 જૂનથી 29 જૂન સુધી અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં આયોજિત કરવામાં આવશે. ભારત પોતાની પહેલી મેચ 5 જૂન આયરલેન્ડ વિરુદ્ધ રમશે. RCBના IPL અભિયાન બાદ ક્રિકટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લેનાર દિનેશ કાર્તિકનું નામ પણ આ પેનલમાં સામેલ છે.


રવિ શાસ્ત્રીને મળ્યો મોટો રોલ:

રવિ શાસ્ત્રીને મળ્યો મોટો રોલ:

કમેન્ટ્રી ટીમનું નેતૃત્વ રવિ શાસ્ત્રી, નાસિર હુસેન, ઇયાન સ્મિથ, મેલ જોન્સ, હર્ષા ભોગલે અને ઇયાન બિશપ જેવા દિગ્ગજ કરશે. T20ની લોકપ્રિયતાને જોતાં તેમાં દિનેશ કાર્તિક, એબોની રેનફોર્ડ બ્રેન્ટ, સેમ્યુઅલ બદ્રી, કાર્લોસ બ્રેથવેટ, સ્ટીવ સ્મિથ, આરોન ફિન્ચ અને લીસા સ્ટાલેકર જેવા પૂર્વ પુરુષ અને મહિલા T20 વર્લ્ડ કપ ચેમ્પિયન સામેલ હશે. વન-ડે વર્લ્ડ કપ વિજેતા રિકી પોન્ટિંગ પણ આ પેનલનો હિસ્સો છે. તેમનો સાથ આપવા માટે મેથ્યૂ હેડન, રમીઝ રાજા, ઈયોન મોર્ગન, ટોમ મૂડી અને વસીમ અકરમ પણ ઉપસ્થિત રહેશે.


જોમ્બૉય પહેલી વખત વર્લ્ડ કપમાં કરશે કમેન્ટ્રી:

જોમ્બૉય પહેલી વખત વર્લ્ડ કપમાં કરશે કમેન્ટ્રી:

વર્લ્ડ કપમાં પહેલી વખત અમેરિકન કમેન્ટેટર જેમ્સ ઑ’બ્રાયન પણ કમેન્ટ્રી કરતો નજરે પડશે. તેને જોમ્બૉય નામથી ઓળખવામાં આવે છે. તેનું લક્ષ્ય અમેરિકન દર્શકોને આ લોકપ્રિય રમત સાથે જોડવાનું હશે. પેનલમાં અન્ય મોટા નામોમાં ડેલ સ્ટેન, ગ્રીમ સ્મિથ, માઈકલ એથર્ટન, વકાર યુનિસ, સાઇમન ડૂલ, શૉન પોલોક અને કેટી માર્ટિન સામેલ છે. પ્રસારણ ક્ષેત્રના પ્રસિદ્ધ નામોમાં મપુમેલેલો મબાન્ગવા, નતાલી જર્મનોસ, ડેની મોરિસન, એલિસન મિશેલ, એલન વિલ્કિન્સ, બ્રાયન મુર્ગટ્રોયડ, માઈક હેસમેન, ઈયાન વોર્ડ, અતહર અલી ખાન, રસેલ અર્નોલ્ડ, કેસ નાયડુ અને વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન ગંગાના નામ સામેલ છે.


AIવાળું વર્ટિકલ ફીડ ઉપયોગ થશે.

AIવાળું વર્ટિકલ ફીડ ઉપયોગ થશે.

ICC T20 વર્લ્ડ કપને વધુ લોકપ્રિય બનાવવા માટે મેચ અગાઉ, ઇનિંગ વચ્ચે અને મેચ બાદ કાર્યક્રમનું વ્યાપક કવરેજ કરવા માંગે છે. ICCએ ગત વખત વર્ટિકલ ફીડની સફળતાના આધાર પર આ વખત AIવાળું વર્ટિકલ ફીડ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. કુલ મળીને IPL 2024 બાદ દુનિયાભરના ક્રિકેટ ફેન્સ પોતાના પસંદગીના ખેલાડીઓને વૈશ્વિક ક્રિકેટમાં ધમાલ મચાવતા જોઈ શકશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top