'જો હવે હુમલા કર્યા તો 11 દેશ તમને નહીં છોડે..' આ દેશે હૌથીઓને આપી ચેતવણી, રાતા સમુદ્રમાં યુદ્ધ

'જો હવે હુમલા કર્યા તો 11 દેશ તમને નહીં છોડે..' આ દેશે હૌથીઓને આપી ચેતવણી, રાતા સમુદ્રમાં યુદ્ધના એંધાણ

01/04/2024 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

'જો હવે હુમલા કર્યા તો 11 દેશ તમને નહીં છોડે..' આ દેશે હૌથીઓને આપી ચેતવણી, રાતા સમુદ્રમાં યુદ્ધ

Israel vs Hamas war : અમેરિકા અને અન્ય 11 દેશોએ રાતા સમુદ્રને હૌથી વિદ્રોહીઓના હુમલાઓથી સુરક્ષિત બનાવવા માટે હાથ મિલાવવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો રાતા સમુદ્રમાં માલવાહક જહાજો પર હવે હુમલો થશે તો ગઠબંધનમાં સામેલ દેશોની નેવી સંયુક્ત કાર્યવાહી કરશે. ગઠબંધનએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે રાતા સમુદ્રમાં હવે ગેરકાયદેસર ગતિવિધિઓને સ્વીકારી નહીં લેવાય.  હવે જો ત્યાં કંઈ પણ થશે તો તેના માટે હૌથી બળવાખોરો જવાબદાર ગણાશે.


ગઠબંધન સૈન્યમાં આ દેશો સામેલ

અમેરિકાની આગેવાની હેઠળના આ સૈન્ય ગઠબંધનમાં ઓસ્ટ્રેલિયા, બહેરીન, બેલ્જિયમ, બ્રિટન, કેનેડા, ડેનમાર્ક, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં યમનના હૌથી બળવાખોરોએ રાતા સમુદ્રથી ઈઝરાયેલ તરફ જતા માલવાહક જહાજોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. તેના કારણે વિશ્વના સૌથી વ્યસ્ત જળમાર્ગોમાંથી એક એવા રાતા સમુદ્રના માર્ગ પર જહાજોની અવરજવર ખોરવાઈ ગઈ છે.


બાયડેન સરકારની ચેતવણી

બાયડેન સરકારની ચેતવણી

આ મામલે બાયડેન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ જો હુમલા ચાલુ રહે તો સંભવિત નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હૌથી બળવાખોરોએ અમેરિકા અને તેના સાથીઓથી બીજી ચેતવણીની અપેક્ષા ન રાખવી જોઈએ.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top