‘હિન્દુસ્તાન મેં રહના હૈ યા હુસેન કહના હૈ..’, મૂહર્રમના જુલૂસમાં લાગ્યા વિવાદિત નારા, વીડિયો વા

‘હિન્દુસ્તાન મેં રહના હૈ યા હુસેન કહના હૈ..’, મૂહર્રમના જુલૂસમાં લાગ્યા વિવાદિત નારા, વીડિયો વાયરલ

07/15/2024 National

SidhiKhabar

SidhiKhabar

‘હિન્દુસ્તાન મેં રહના હૈ યા હુસેન કહના હૈ..’, મૂહર્રમના જુલૂસમાં લાગ્યા વિવાદિત નારા, વીડિયો વા

ઉત્તર પ્રદેશના અમેઠીમાં મૂહર્રમના જુલૂસમાં યુવકો દ્વારા લગાવવામાં આવેલા ઉશ્કેરણીજનક નારાથી હાહાકાર મચી ગયો છે. જુલૂસ દરમિયાન યુવકોએ ‘હિન્દુસ્તાન મેં રહના હૈ, યા હુસેન કહના હૈ’ના નારા લગાવ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. વીડિયો વાયરલ થયા બાદ મુસાફિરખાના પોલીસ સ્ટેશનની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ 6 યુવકોને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી રહી છે. તો અમેઠી પોલીસ અધિક્ષક અનુપ સિંહે કહ્યું કે, મુસાફિરખાના પોલીસ સ્ટેશનમાં સંબંધિત કેસ નોંધવામાં આવ્યો છે. ઘટનાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રવિવારે મોડી સાંજે મુસાફિરખાના વિસ્તારમાં મૂહર્રમનું જુલૂસ નીકળ્યું હતું.


વાયરલ થયેલો વીડિયો ચર્ચાનો વિષય બન્યો

વાયરલ થયેલો વીડિયો ચર્ચાનો વિષય બન્યો

અમેઠી જિલ્લાના મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી સાંજે મૂહર્રમના જુલૂસ દરમિયાન કેટલાક યુવાનો દ્વારા વિવાદિત નારા લગાવવાની ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો એક વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયો મૂહર્રમના જુલૂસનો બતાવવામાં આવી રહ્યો છે, જેમાં કેટલાક યુવક ‘હિન્દુસ્તાન મેં રહના હૈ યા હુસેન કહના હૈ’નો નારો લગાવતા નજરે પડી રહ્યા છે. વીડિયો મુસાફિરખાનાનો બતાવવામાં આવી રહ્યો છે. અમેઠી પોલીસે આ ઘટનાની તપાસ અને કાર્યવાહી શરૂ કરી દીધી છે.


કેટલાક યુવકોને કસ્ટડીમાં લેવાયા:

કેટલાક યુવકોને કસ્ટડીમાં લેવાયા:

કહેવામાં આવી રહ્યું છે કે મુસાફિરખાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે મોડી સાંજે મૂહર્રમનું જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું, જેમાં યુવકોના ટોળામાં સામેલ લોકોએ નારા લગાવવાના શરૂ કરી દીધા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો મુસાફિરખાના પોલીસ સ્ટેશન પાસેનો છે. જો કે, અમે આ વીડિયોની પુષ્ટિ કરતા નથી. તો આખા મામલે અમેઠી પોલીસ અધિક્ષક અનુપ સિંહે કહ્યું કે, વાયરલ વીડિયો ધ્યાનમાં આવ્યો છે, વીડિયોમાં નજરે પડી રહેલા યુવકોને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે. સંબંધિતો વિરુદ્વ મુસાફિખાના પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આખી ઘટના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.


સંત સમાજ પણ નારાજ:

વીડિયો વાયરલ બાદ અમેઠીનો સંત સમાજ પણ નારાજ થઇ રહ્યો છે. સાગરા આશ્રમના પીઠાધિશ્વર મૌની મહારાજે વાયરલ વીડિયો પર આપત્તિ દર્શાવતા મુખ્યમંત્રી અને પોલીસ અધિક્ષક પાસે આ બાબતે કાર્યવાહી કરવાની માગ કરી છે અને કહ્યું કે, એવા લોકો પર કડકમાં કડક કાર્યવાહી થાય, જેથી ભવિષ્યમાં આ પ્રકારનો માહોલ ન બની શકે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top