IPL 13 નું શિડ્યુલ જાહેર, આ બે ટીમો વચ્ચે યોજાશે પ્રથમ મુકાબલો.

IPL 13 નું શિડ્યુલ જાહેર, આ બે ટીમો વચ્ચે યોજાશે પ્રથમ મુકાબલો.

09/06/2020 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 13 નું શિડ્યુલ જાહેર, આ બે ટીમો વચ્ચે યોજાશે પ્રથમ મુકાબલો.

મુંબઈ: અગામી ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૩ મી સિઝનનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ગત વર્ષની ચેમ્પિયન ટીમ અને રનર્સ અપ ટીમ વચ્ચે મુકાબલો થશે. જેમાં પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે યોજાનાર છે.

આઈપીએલની કુલ ૫૬ લીગ મેચ રમાશે. જેમાં ૧૦ દિવસ ડબલ જેમાં સૌથી વધુ દુબઈમાં ૨૪ મેચ તેમજ અબુધાબીમાં ૨૦ મેચ અને શારજાહમાં ૧૨ મેચ રમાડવામાં આવશે. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ તરફથી કહેવામાં આવ્યું છે કે પ્લે ઓફ અને ફાઈનલ મેચ માટે સ્થળોના નામ પાછળથી જાહેર કરવામાં આવશે.

આઈપીએલ ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઇ ૧૦ નવેમ્બરના રોજ પૂર્ણ થશે. ટુર્નામેન્ટ કુલ ૫૩ દિવસ ચાલશે. આઈપીએલની ફાઈનલ ૧૦ નવેમ્બરના રોજ યોજાશે.

આઈપીએલના સમય વિશે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં દિવસની મેચ સાંજે ચાર વાગ્યાના બદલે સાડા ત્રણ વાગ્યે શરૂ થશે અને સાંજની મેચ આઠ વાગ્યાના બદલે સાડા સાત વાગ્યે શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભારતમાં યોજાતી અતિ લોકપ્રિય ક્રિકેટ ટૂર્નામેન્ટ આઈપીએલ આ વર્ષે કોવિડ-૧૯ મહામારીને કારણે યુએઈમાં યોજાનાર છે. આ માટે મોટાભાગની ટીમ દુબઈ પહોંચી ગઈ છે. જોકે, ટુર્નામેન્ટ તમામ પ્રોટોકોલ સાથે રમાડવામાં આવશે તેવું આઈપીએલ કાઉન્સિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top