Jioના યુઝર્સ માટે અત્યાર સુધીની બેસ્ટ ઓફર, માત્ર આટલાં રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

Jioના યુઝર્સ માટે અત્યાર સુધીની બેસ્ટ ઓફર, માત્ર આટલાં રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

03/29/2023 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

Jioના યુઝર્સ માટે અત્યાર સુધીની બેસ્ટ ઓફર, માત્ર આટલાં રૂપિયામાં મળશે અનલિમિટેડ ડેટા

Jio એ પોતાના ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેઓ ઓછી કિંમતે અનલિમિટેડ ડેટા ઈચ્છે છે. કંપનીએ Jio Fiber યુઝર્સ માટે આ નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. કંપનીએ Jio Fiberના આ પ્લાનને બેક-અપ પ્લાન નામ આપ્યું છે. આ પ્લાન સાથે તમને માત્ર 198 રૂપિયામાં અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. આ પ્લાન ટાટા આઈપીએલ માટે ખાસ રજૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી Jio Fiber કનેક્શનની ન્યૂનતમ કિંમત 399 રૂપિયા પ્રતિ માસ હતી.

ગ્રાહકોને આ પ્લાન સાથે 10Mbps થી 100Mbps સુધીની સ્પીડ પસંદ કરવાનો વિકલ્પ મળશે. નવો પ્લાન 30 માર્ચથી રિચાર્જ કરી શકાશે. Jioના પ્રવક્તાએ કહ્યું કે અમે ગ્રાહકોને દરેક સમયે 'જોડાયેલા' રહેવાની જરૂરિયાતને સમજીએ છીએ. અમારો હેતુ JioFiber બેકઅપના વિકલ્પ તરીકે ઘરોમાં વિશ્વસનીય બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે.

આ પ્લાનમાં ગ્રાહકોને દર મહિને માત્ર 198 રૂપિયામાં 10Mbpsની સ્પીડ પર અનલિમિટેડ ઈન્ટરનેટ મળશે. આ સિવાય Jio Fiberના આ પ્લાનમાં અનલિમિટેડ લેન્ડલાઈન કોલિંગ પણ મળશે. આ પ્લાનમાં એક ક્લિક સ્પીડ અપગ્રેડની સુવિધા પણ ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓ તેમના પ્લાનને એક, બે કે સાત દિવસ માટે અપગ્રેડ કરી શકે છે. આ માટે યુઝર્સને અનુક્રમે 21 રૂપિયા, 31 રૂપિયા અને 101 રૂપિયા ખર્ચવા પડશે. બીજી તરફ, જો યુઝર્સ 100Mbps સ્પીડ પર અપગ્રેડ કરે છે, તો તેમને 1 દિવસ માટે 32 રૂપિયા, બે દિવસ માટે 52 રૂપિયા અને 7 દિવસ માટે 152 રૂપિયા ચૂકવવા પડશે.

યુઝર્સને OTT સબસ્ક્રિપ્શન અને ફ્રી સેટ ટોપ બોક્સ પણ મળી રહ્યા છે. Jio ગ્રાહકો આ પ્લાનને 5 મહિના માટે 1490 રૂપિયાની કિંમતે ખરીદી શકે છે. આમાં 5 મહિના માટે 990 રૂપિયાનો ચાર્જ છે, જ્યારે 500 રૂપિયા ઇન્સ્ટોલેશન ચાર્જ છે. આ કિસ્સામાં, આ પ્લાનની માસિક અસરકારક કિંમત 198 રૂપિયા થઈ જાય છે. જો કે, તમે એક મહિના માટે 198 રૂપિયા ચૂકવીને આ પ્લાન લઈ શકતા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top