‘ક્યારેક ક્યારેક લોકો ભૂલી જાય છે..’ વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ન બોલાવવા પર ભાવુક થયા કપિલ દેવ, જુઓ વીડિયો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ફાઇનલ રમાઈ હતી. મેચ દરમિયાન અત્યાર સુધીના બધા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનો સામેલ થયા હતા, પરંતુ તેમાં કપિલ દેવ નહોતા. BCCI તરફથી જાહેર કરવામાં આવેલા પ્લાન મુજબ રવિવારે મેચ દરમિયાન વિશ્વ વિજેતા ટીમોના કેપ્ટનોને સન્માન કરવાનું હતું, જેના માટે કપિલ દેવને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. કપિલ દેવે દાવો કર્યો કે, તેમને વર્લ્ડ કપમાં ફાઇનલ માટે આમંત્રિત કરવામાં આવ્યા નહોતા. વર્ષ 1983માં ભારતને પહેલી વન-ડે ટ્રોફી અપાવનારા કપિલ દેવે કહ્યું કે, હું પોતાના બાકી સાથીઓ સાથે યાત્રા કરવા માગતો હતો, પરંતુ મને ત્યાં આમંત્રિત કરવામાં આવ્યો નહોતો. મને તેમણે ન બોલાવ્યો એટલે હું ન ગયો.
તેમણે આગળ કહ્યું કે, હું ઈચ્છતો હતો કે ત્યાં મારી સાથે આખી 1983ની ટીમ રહે, પરંતુ મને લાગે છે કે આ આટલું મોટું આયોજન છે અને લોકો જવાબદારી સંભળવામાં એટલા વ્યસ્ત છે કે ક્યારેક ક્યારેક તેઓ ભૂલી જાય છે. રવિવાર બપોરથી જ સોશિયલ મીડિયા પર વીડિયો શેર થઈ રહ્યો હતો. આ મામલો વેગ પકડી શકે છે કેમ કે કપિલ દેવાની લિડરશીપમાં જ ભારતને પહેલી વખત વર્લ્ડ કપની ટ્રોફી મળી હતી. ત્યારે 60 ઓવરની મેચ રહેતી હતી અને ભારત સામે વેસ્ટ ઇન્ડીઝની શાનદાર ટીમ ફાઇનલમાં હતી.
Kapil Dev Not invited to World Cup Finals#KapilDev #IndiaVsAustralia #WorldcupFinal #IndiaVsAustraliaWC2023 #WC2023 pic.twitter.com/zLRDB8ASdd — Veer Wolf (@wolfbaaz) November 19, 2023
Kapil Dev Not invited to World Cup Finals#KapilDev #IndiaVsAustralia #WorldcupFinal #IndiaVsAustraliaWC2023 #WC2023 pic.twitter.com/zLRDB8ASdd
વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં કપિલ દેવને ન બોલાવવાને લઈને કોંગ્રેસ નેતા જયરામ રમેશ કહ્યું કે, એ પૂરી રીતે અસ્વીકાર્ય છે કે કપિલ દેવને અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ માટે BCCIએ આમંત્રિત ન કર્યા. બેદીની જેમ કપિલ દેવ પણ પોતાની વાત કહેવા માટે જાણીતા છે અને તેઓ થોડા મહિના અગાઉ આંદોલનકારી મહિલા પહેલવાનોના સમર્થનમાં ખૂલીને સામે આવ્યા હતા.
It is simply unacceptable & extremely petty that Kapil Dev was not invited by the cricket establishment for the World Cup final in Ahmedabad. Like Bedi, Kapil Dev is known to speak his mind, and he did come out openly in support of the agitating women wrestlers a few months back. — Jairam Ramesh (@Jairam_Ramesh) November 19, 2023
It is simply unacceptable & extremely petty that Kapil Dev was not invited by the cricket establishment for the World Cup final in Ahmedabad. Like Bedi, Kapil Dev is known to speak his mind, and he did come out openly in support of the agitating women wrestlers a few months back.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp