સંતાનપ્રાપ્તિ અને વંધ્યત્વ નિવારણ માટેની ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા એટલે IUI

સંતાનપ્રાપ્તિ અને વંધ્યત્વ નિવારણ માટેની ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા એટલે IUI

02/13/2021 LifeStyle

ડૉ. નૂપુર છાસટીઆ
Gynaec made simple!
ડૉ. નૂપુર છાસટીઆ
MD, DNB (Obs & Gynaec)

સંતાનપ્રાપ્તિ અને વંધ્યત્વ નિવારણ માટેની ખૂબ સરળ અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા એટલે  IUI

IUI એટલે કે Intra Uterine Inseminationમાં પુરુષના વીર્યને પ્રોસેસ કરીને તેમાંથી સારી ગુણવત્તા ધરાવતા ગતિશીલ શુક્રાણુઓ છૂટા પાડીને સીધા ગર્ભાશયની અંદર મુકવામાં આવે છે. આમ કરવાથી સ્ત્રીબીજ અને પુરુષબીજના મિલનની શક્યતાઓ વધી જાય છે. IUI એ વંધ્યત્વ નિવારણની ખૂબ જ સરળ, પીડા રહિત અને ઓછી ખર્ચાળ પ્રક્રિયા છે.


IUIથી કોને ફાયદો થઇ શકે?

IUIથી કોને ફાયદો થઇ શકે?
  • Mild male factor infertility, એટલે કે જે પુરુષના વીર્યમાં પુરુષબીજની સંખ્યા અને ગતિ નોર્મલ સ્ટાન્ડર્ડ કરતાં ઓછા હોય.
  • (સંખ્યા ૫ થી ૧૫ મિલિયન/મિલીલીટર અને મોટીલીટી ૩૦% કરતા ઓછી હોય
  • Unexplained Infertility એટલે કે બધા જ રિપોર્ટ્સ નોર્મલ હોવા છતાં પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી થતી હોય.
  • PCOS વિષે આપણે ગત સપ્તાહે જ વાત કરી. સ્ત્રીને જો PCOSની તકલીફ હોય તો એનું માસિક અનિયમિત હોય, જેને પરિણામે સમયસર બીજ છુટું ન પડતું હોય. એ સંજોગોમાં પણ IUI ઉપયોગી છે.
  • Mild Endometriosis : અંડાશયમાં ચોકલેટ સિસ્ટ (Chocolate Cyst)ની ગાંઠ હોય.
  • સ્ત્રીબીજ બનવાની ગોળી (Clomiphene, Letrozole) આપવા છતાં પણ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થતી હોય.

IUI પ્રક્રિયા કઈ રીતે થાય છે?

IUI પ્રક્રિયા કઈ રીતે થાય છે?
  • સ્ત્રી બીજ બનવા માટે ગોળી અને ઇન્જેક્શન આપવામાં આવે છે.
  • સોનોગ્રાફી મોનિટરિંગથી બીજ બરાબર તૈયાર થઇ જાય ત્યારે ફૂટવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે.
  • એના એક દિવસ બાદ વીર્ય લેબોરેટરીમાં તૈયાર કરી, સારા ગતિશીલ શુક્રાણુઓ છુટા પાડી ગર્ભાશયમાં નીચેથી સોફ્ટ કેથેટરની મદદથી મૂકવામાં આવે છે.
  • IUI બાદ ફક્ત ૧૫ થી ૨૦ મિનીટ્સ આરામ કરવાનો હોય છે. ત્યાર બાદ કોઈ રેસ્ટની જરૂર હોતી નથી. પેશન્ટ બધું જ રૂટિન વર્ક કરી શકે છે.
  • IUIના પંદર દિવસ બાદ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરીને પરિણામ ચેક કરવામાં આવે છે.

IUI કેટલી વાર થઇ શકે છે?

સામાન્ય રીતે IUI છ વાર થઇ શકે છે. પરંતુ મોટા ભાગના લોકોને પહેલી, બીજી કે ત્રીજી વારે જ સફળતા મળી જતી હોય છે. ઉંમર ૩૦ વર્ષથી વધુ હોય અથવા લગ્નના ૫ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો હોય તેવા પેશન્ટ્સને ત્રણથી વધુ વખત IUI કરવું હિતાવહ નથી, કેમકે એવા પેશન્ટ્સને માટે IVF (ટેસ્ટ ટ્યુબ બેબી)ની જરૂર પડતી હોય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top