અમેરિકામાં અસીમ મુનીરની ઘોર બેઇજ્જતી, પાકિસ્તાનીઓએ જ ફેલ્ડ માર્શલ વિરુદ્ધ કર્યું વિરોધ પ્રદર્શન; જુઓ વીડિયો
અમેરિકાના આમંત્રણ પર વોશિંગ્ટન પહોંચેલા પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને ઘોર બેઇજ્જતીનો સામનો કરવો પડ્યો છે. વોશિંગ્ટનમાં અનેક પાકિસ્તાની-અમેરિકનોએ અસીમ મુનીર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. અમેરિકન આર્મી પરેડ દરમિયાન પાકિસ્તાનીઓએ મુનીર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને તેમના વિરુદ્ધ નારેબાજી કરી. આ વિરોધનો હેતુ અમેરિકન નીતિ નિર્માતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન પાકિસ્તાનમાં સેનાની ભૂમિકા અને લોકશાહી પર તેના પ્રભાવ તરફ આકર્ષિત કરવાનો હતો.
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)એ પણ જનરલ અસીમ મુનીર સામે ભારે વિરોધનો વીડિયો શેર કર્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ વોશિંગ્ટનમાં અસીમ મુનીર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમને પાકિસ્તાનમાં લોકશાહી જોઈએ છે, લશ્કરી શાસન નહીં.
આ પ્રદર્શન ત્યારે થયું જ્યારે જનરલ મુનીર અમેરિકાની સેનાની 250મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત પરેડમાં ભાગ લેવા માટે અમેરિકાની મુલાકાતે હતા. પ્રદર્શનકારીઓ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને હતા જેના પર પાકિસ્તાનમાં માનવાધિકારોના ઉલ્લંઘન, લોકશાહીના દમન અને પત્રકારો પર અત્યાચારોને લઈને નારા લખેલા હતા. તેમણે જનરલ મુનીરને પાકિસ્તાનમાં લોકશાહીના હત્યારા તરીકે રજૂ કર્યા. સાથે જ, મુનીરને રાજકીય અસ્થિરતા, ચૂંટણીમાં હસ્તક્ષેપ અને સેનાની વધતી જતી રાજકીય ભૂમિકા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા.
ICYMI: Pakistani-Americans Protested General Asim Munir In Washington DC 🇺🇸, Coinciding With His Visit For Trump's 250 Anniversary Of The US Army Parade📹 @PTIOfficialUSA pic.twitter.com/rA5EEO1hMB — RT_India (@RT_India_news) June 17, 2025
ICYMI: Pakistani-Americans Protested General Asim Munir In Washington DC 🇺🇸, Coinciding With His Visit For Trump's 250 Anniversary Of The US Army Parade📹 @PTIOfficialUSA pic.twitter.com/rA5EEO1hMB
પ્રદર્શન સ્થળ પર હાજર એક પાકિસ્તાની-અમેરિકન નાગરિકે કહ્યું કે, ‘અમે અમેરિકાની ધરતી પરથી દુનિયાને આ સંદેશ આપવા માગીએ છીએ કે પાકિસ્તાનના લોકો સેનાના અત્યાચારોની વિરુદ્ધ છે.’
The massive crowd of Pakistani American diaspora attending the #ProtestAgainstAsimMunir at Pakistan Embassy in Washington, has only two things to say:We reject General Asim Munir’s martial law.We want democracy and rule of law. pic.twitter.com/oQ2JnytSYr — PTI UK (@UKPTIOfficial) June 14, 2025
The massive crowd of Pakistani American diaspora attending the #ProtestAgainstAsimMunir at Pakistan Embassy in Washington, has only two things to say:We reject General Asim Munir’s martial law.We want democracy and rule of law. pic.twitter.com/oQ2JnytSYr
જનરલ મુનીરને અમેરિકાની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયોજિત 250મી US આર્મી પરેડમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પરેડ અમેરિકન સેનાની સ્થાપનાની વર્ષગાંઠ તરીકે યોજાઈ હતી, જેમાં ઘણા દેશોના લશ્કરી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp