Bhavnagar Heavy Rain: ભાવનગર જળબંબાકાર! ધંધુકા હાઈવે બંધ કરવો પડ્યો! અનેક ગામો સંપર્ક વિહોણા

Bhavnagar Heavy Rain: ભાવનગર જળબંબાકાર! ધંધુકા હાઈવે બંધ કરવો પડ્યો! અનેક ગામો સંપર્ક વિહોણા

06/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Bhavnagar Heavy Rain: ભાવનગર જળબંબાકાર! ધંધુકા હાઈવે બંધ કરવો પડ્યો! અનેક ગામો સંપર્ક વિહોણા

Bhavnagar Heavy Rain: ભાવનગર શહેરમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા હતા. કુંભારવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. 24 કલાકમાં ભાવનગર શહેરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટીંગના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભાવનગરના મહુવામાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે.


અનેક ગામો સંપર્ક વિહોણા

અનેક ગામો સંપર્ક વિહોણા

ભારે વરસાદના પગલે અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા છે. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો છે. ચમારડી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થતા આ રસ્તો બંધ થયો છે પરિણામ સ્વરૂપ  વાહન વ્યવહાર બહુ ખરાબ રીતે  પ્રભાવિત થયો છે. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા છે.

ભારે વરસાદને પગલે બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.ભારે વરસાદને લઈ પાલિતાણા-ગારિયાધાર હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા. જેને લઈ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાણીના નિકાલ માટે JCB લાવી નાળાને સાફ કરવામાં આવ્યું હતુ. તો હાઈવે પર ફાયર બ્રિગેડનું વાહન પણ ફસાઈ ગયું હતું. ભાવનગરના જેસરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. 10 ઈંચ વરસાદ વરસતા જેસર નગર જળબંબાકાર થયું છે. અહીંની બજારોમાં નદીમાં વહેતું હોય એમ પાણી વહેતું જોવા મળ્યું હતું.


લોકો ફસાઈ જતા રેસ્ક્યુ કરવાની નોબત

લોકો ફસાઈ જતા રેસ્ક્યુ કરવાની નોબત

ભાવનગરમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા લોકો વચ્ચે ફસાયા હતા પાલીતાણા તાલુકાના 3 ગામમાં વિવિધ સ્થળે લોકો  ફસાયા હતા. સોમવારે ભાવનગરમાં પડેલા વરસાદના કારણે લોકો  ફસાયા હતા.સેંજળીયા ગામમાંથી કુલ 19 લોકો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મોખડકા ગામમાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું , આકોલાળી ગામમાંથી 1 વ્યક્તિનું રેસ્ક્યું કરાયું છે. પાલિતાણાના સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ લોકોને સલામત રીતે બહાર કઢાયા  છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top