ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે G7 મીટિંગ છોડીને અમેરિકા પરત ફરશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાણો શું છે કારણ
Donald Trump: જ્યારે દુનિયાના 7 મુખ્ય લોકતાંત્રિક દેશો કેનેડાના ઠંડા રોકી હિલ્સમાં G7 શિખર સંમેલન માટે ભેગા થઈ રહ્યા હતા, ત્યારે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. કોન્ફરન્સની ઔપચારિક શરૂઆત અગાઉ જ, ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ એક દિવસ પહેલા જ અમેરિકા જતા રહેવાના છે.
મીડિયાએ અમેરિકા પરત ફરવાનું કારણ પૂછ્યું તો વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે, ટ્રમ્પ વોશિંગ્ટન વહેલા પાછા ફરી રહ્યા છે જેથી તેઓ કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે તેમણે સત્તાવાર રીતે મધ્ય પૂર્વની પરિસ્થિતિને તેનું કારણ ગણાવ્યું હતું, પરંતુ વાસ્તવિક કારણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધી રહેલો તણાવ અને તેની સાથે સંબંધિત અમેરિકન કૂટનીતિ માનવામાં આવે છે.
G7 શિખર સંમેલનના પહેલા જ દિવસે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચામાં આવ્યા, જ્યારે તેમણે તેહરાનના લોકોને શહેર ખાલી કરવાની ચીમકી આપી દીધી. જોકે, તેમણે આ ચીમકી પાછળ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહોતું. નિષ્ણાતોએ આ પોસ્ટને ઈરાન પર દબાણ લાવવાની રણનીતિનાના રૂપમાં જોઈ. આ દરમિયાન, યુરોપિયન નેતા- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્જ, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની એક સંયુક્ત નિવેદન તૈયાર કરી રહ્યા હતા.
આ નિવેદનમાં 2 મુખ્ય વાતો હતી- પહેલી ઈરાનને પરમાણુ હથિયાર પ્રાપ્ત કરતા રોકાવું અને બીજી ઇઝરાયલના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપવાનું, પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરી દીધો, જેના કારણે અમેરિકાનું વલણ અન્ય દેશો કરતા અલગ દેખાયું. પત્રકારો સાથે વાત કરતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ઈરાન સાથે કૂટનીતિક સમજૂતી કરી શકે છે. ઈરાન વાતચીત કરવા માગે છે. અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ.’
જોકે, ટ્રમ્પે એ જણાવ્યું નહોતું કે તેઓ કયા પગલાં લેવાના છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેમણે ઈરાનને 2 મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું, જે શુક્રવારે સમાપ્ત થયું. તે જ દિવસે, ઇઝરાયલે ઈરાન પર અત્યાર સુધીના સૌથી આક્રમક હુમલા કર્યા, જેમાં તેની પરમાણુ સુવિધાઓ અને લશ્કરી અધિકારીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ સંમેલનમાં ટ્રમ્પે રશિયા પ્રત્યેના પોતાના જૂના વલણનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે 11 વર્ષ અગાઉ G8માંથી રશિયાને દૂર કરવું એક ભૂલ હતી. જો આજે પણ તેનો સમાવેશ થયો હોત, તો કદાચ યુક્રેન યુદ્ધ ન થયું હોત. તેના પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સખત વાધો ઉઠાવતા કહ્યું કે, ‘જે દેશ સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંઘન કરી રહ્યો છે તે મધ્ય પૂર્વમાં શાંતિ દૂત ન બની શકે.’
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp