17 જૂન: મંગળવાર એટલે કે આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા, આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.
18 જૂન: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
19 જૂન: હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે. છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.
અંબાલાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરી છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 19 બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ બાદમાં 26થી 30 જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે આ વરસાદના રાઉનડમાં મૂશળધાર વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.