WC Final, Ind vs Aus: કિસમે હૈ કિતના દમ? જાણો ફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સની તાકાત

WC Final, Ind vs Aus: કિસમે હૈ કિતના દમ? જાણો ફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સની તાકાત અને કમજોરી

11/19/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

WC Final, Ind vs Aus: કિસમે હૈ કિતના દમ?  જાણો ફાઇનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સની તાકાત

WC Final, Ind vs Aus: વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચ પહેલા, બંને ટીમો હવે મેદાનમાં ઉતરવાનો વારો છે. આ મોટી ટક્કર પહેલા, ચાલો જાણીએ કે આ મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની પેસ(ફાસ્ટ બોર્લર) પાર્ટનરશીપની તાકાત અને કમજોરી વિશે શું છે.


મર્યાદિત ઓવરની ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા પાસે હાલમાં મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજના રૂપમાં ત્રણ શાનદાર ફાસ્ટ બોલર છે. વિશ્વના સૌથી મોટા બેટ્સમેન પણ બેટિંગ કરતા પહેલા ભારતના બોલર સામે ધ્રૂજતા જોવા મળે છે. આ ત્રણ ફાસ્ટ બોલરના કારણે ભારત વિશ્વની સૌથી ખતરનાક ટીમ બની ગઈ છે.

એક તરફ વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ જેવા ખેલાડીઓ બેટિંગ પોતાનું પ્રદર્શન બતાવે છે તો બીજી તરફ શમી, બુમરાહ અને સિરાજ પોતાની બોલિંગથી વિરોધીઓને પછાડી દે છે.


મોહમ્મદ શમી

આ વર્લ્ડ કપની વાત કરીએ તો મોહમ્મદ શમીને માત્ર 6 મેચ રમવાની તક મળી છે, જેમાં તેણે ત્રણ વખત 5 વિકેટ લઈને કુલ 23 વિકેટ લીધી છે અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. શમીની સૌથી મોટી તાકાત તેની લાઈન અને લેંથ છે. તે બોલને એક જગ્યાએ નાખીને પોતાના સ્વિંગ વડે બેટ્સમેનોને ફસાવવામાં માહિર છે. આ જ કારણ છે કે શમી બેટ્સમેનો પર તબાહી મચાવી રહ્યો છે.

બુમરાહ

જો બુમરાહની વાત કરીએ તો દુનિયાભરના બેટ્સમેન તેના યોર્કર્સથી ડરે છે. બુમરાહ બેટ્સમેનોના પગ પર સચોટ યોર્કર મારે છે જેના કારણે બેટ્સમેનને રમવાનું ખૂબ મુશ્કેલ બને છે. શમીની જેમ બુમરાહ પણ લાઇન લેન્થને પોતાના નિયંત્રણમાં રાખે છે અને બોલને હવામાં લહેરાવે છે. એવામાં હવે ત્રણેય બોલર સાથે મળીને કોઈ પણ ટીમને ધ્વસ્થ કરે છે.


સિરાજ

શમી અને બુમરાહને સિરાજ પાસેથી બેકઅપ મળે છે. સિરાજની ગતિ છે અને તેનો બોલ પણ ભારતીય પીચો પર ઘણો સ્વિંગ કરે છે. આવી સ્થિતિમાં આ ત્રણ બોલર એકસાથે કોઈપણ ટીમ માટે ઘાતક બની જાય છે.

 

કમિન્સ, સ્ટાર્ક અને હેઝલવુડ

વિશ્વ ક્રિકેટની સફળ ટીમોમાંની એક ઓસ્ટ્રેલિયા હંમેશા ચેમ્પિયન ટીમ રહી છે અને તેના બોલરોએ કાંગારૂ ટીમને ચેમ્પિયન બનાવી છે. ઓસ્ટ્રેલિયાના બોલરો હંમેશા મોટી ટુર્નામેન્ટમાં પોતાનો જાદુ બતાવે છે. આવી સ્થિતિમાં સ્ટાર્ક, કમિન્સ અને હેઝલવુડ પણ ભારત સામે પોતાની પૂરી તાકાતથી બોલિંગ કરવાનો પ્રયાસ કરશે. જો કે વર્લ્ડ કપ 2023 તેના માટે કંઈ ખાસ રહ્યો નથી, તેમ છતાં તેને હળવાશથી લઈ શકાય તેમ નથી.

 

સ્ટાર્ક પોતાના ફોર્મમાં રહ્યો નથી

સ્ટાર્ક 2015 વર્લ્ડ કપનો ચેમ્પિયન બોલર હતો. તેણે સૌથી વધુ વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય તેના ડાબા હાથની ગતિથી બનાવેલ એંગલ પણ ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. જોકે, સારી વાત એ છે કે આ વર્લ્ડ કપમાં સ્ટાર્ક પોતાના ફોર્મમાં રહ્યો નથી.


હેઝલવૂડ પણ તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી

આ સિવાય પેટ કમિન્સ પણ ટીમની કમાન સંભાળે છે. આવી સ્થિતિમાં બોલિંગને લઈને તેના પર ડબલ દબાણ હશે, જેની અસર ટૂર્નામેન્ટમાં પણ જોવા મળી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ લીગ મેચમાં તેમની સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. જોશ હેઝલવૂડ પણ તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી.

 

બોલિંગમાં ભારતીય ટીમનો દબદબો

આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાનો એક પણ ઝડપી બોલર વિકેટ લેવાના મામલે ટોપ-10માં નથી. આવી સ્થિતિમાં જો સરખામણી કરવામાં આવે તો બોલિંગમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top