EARTHQUAKE!! કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો ઝાટકો! કેન્દ્રબિંદુ ખાવડાથી નજીક!

EARTHQUAKE!! કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો ઝાટકો! કેન્દ્રબિંદુ ખાવડાથી નજીક!

05/17/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

EARTHQUAKE!! કચ્છમાં મોડી રાત્રે ભૂકંપનો ઝાટકો! કેન્દ્રબિંદુ ખાવડાથી નજીક!

Kuchch earthquake: ગુજરાતનું કચ્છ ફોલ્ટ લાઈન ઉપર આવેલું હોવાને કારણે અહીં વારંવાર ભૂકંપના ઝાટકા આવતા રહે છે. 2001 ના ભૂકંપની તારાજીને હાજી લોકો ભૂલ્યા નથી. ગઈકાલે રાત્રે ફરી એક વખત કચ્છની ધરા ધણધણી ઉઠી હતી. કચ્છમા મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ આંચકો મધ્ય રાત્રિ બાદ 1.09 વાગ્યે નોંધાયો હતો. આ આ ઝાટકાની તીવ્રતા રિક્ટર  સ્કેલ પર 4.2 જેટલી નોંધાઈ હતી.


એપિસેન્ટર ખાવડા નજીક

એપિસેન્ટર ખાવડા નજીક

ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દૂર નોર્થ ઈસ્ટ છે. ત્યારે લાંબા સમય બાદ 4 ની ઉપરની તીવ્રતાનો ઝટકો નોંધાયો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા 11 એપ્રિલે કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 ની નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર હતું.

ઉલ્લેખનીય છે કે,  આ  પૂર્વે  પણ કચ્છ  રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો . જેમાં ધોળાવીરા નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું  હતું .જેમાં 8. 14 મિનિટે રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ઉપરાંત 05 એપ્રિલના રોજ  અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી સાવરકુંડલાના મીતીયાળા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી ભૂકંપના આચકા અનુભવાયા હતા. જેમાં સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી અને ખાંભા ગીર વિસ્તારનાં નાની ધારી, વાંકીયા, ભાડ, નાના વિસાવદર, ઇંગોરાળા ગામમાં આંચકા અનુભવાયા હતા.


ભૂકંપ કેમ આવે છે?

ભૂકંપ કેમ આવે છે?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે. રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top