World Lung Cancer Day 2024: સ્મોકિંગ કરવાથી દર વર્ષે કેટલા લોકોને થાય છે લંગ કેન્સર?
દર વર્ષે વિશ્વભરમાં 'વર્લ્ડ લંગ કેન્સર ડે' ઉજવવામાં આવે છે. દિવસેને દિવસે આ કેન્સરથી થનારા મોતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ફેફસાના કેન્સરનું મુખ્ય કારણ ધૂમ્રપાન અને તંબાકુનું સેવન છે. આજે આ આર્ટિકલમાં આપણે જાણીશું કે ફેફસાના કેન્સરને કારણે દર વર્ષે કેટલા લોકો મોત થાય છે.
વર્ષ 2020માં 22,06,771 કેસ સામે આવ્યાય હતા. તેમાંથી 17,96,441 લોકો લંગ કેન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. જ્યારે 67,000 કેસ ભારતમાં નોંધાયા છે. લંગ કેન્સરમાં પુરુષોની સંખ્યા 48,000 હતી તો જ્યારે મહિલાઓની સંખ્યા 19,000 હતી. છાતીમાં દુઃખાવો, તાવ, માથાનો દુઃખાવો અને ચક્કર આવવા લંગ કેન્સરના લક્ષણો હોઈ શકે છે. તમાકુમાંથી બનેલી વસ્તુઓનો ઉપયોગ લોકોમાં 80 ટકા ફેફસાના કેન્સરનું જોખમ વધારે છે. જો કે, એવા લોકોને પણ લંગ કેન્સર થઇ શકે છે જે ધૂમ્રપાન કે તંબાકુનું સેવન કરતા નથી. 'અમેરિકન કેન્સર સોસાયટી'ના આંકડા મુજબ, વર્ષ 2024માં ફેફસાના કેન્સરના લગભગ 234,580 નવા કેસ (પુરુષોમાં 116,310 અને સ્ત્રીઓમાં 118,270) ફેફસાના કેન્સરથી લગભગ 125,070 મોત (પુરુષોમાં 65,790 અને સ્ત્રીઓમાં 59,09) થયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp