અભિનેત્રી કરીના કપૂર પર આવી આફત' મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફટકારી નોટિસ.!જાણો શું છે સમગ્ર મામલો?

અભિનેત્રી કરીના કપૂર પર આવી આફત' મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફટકારી નોટિસ.!જાણો શું છે સમગ્ર મામલો?

05/11/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અભિનેત્રી કરીના કપૂર પર આવી આફત' મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફટકારી નોટિસ.!જાણો શું છે સમગ્ર મામલો?

Kareena Kapoor Khan : બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોટિસ જારી કરી છે. મામલો પ્રેગ્નેન્સી પર લખવામાં આવેલા તેની પુસ્તક સાથે જોડાયેલો છે. હાઈકોર્ટે કરીના કપૂરને નોટિસ જારી કરીને 7 દિવસની અંદર જવાબ આપવાનું કહ્યું છે.


ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો

ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો

પુસ્તકના ટાઈટલમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરવાને લઈને એક વ્યક્તિએ તેના વિરુદ્ધ કેસ નોંધવાની માગ કરી છે. તેથી આ સંબંધિત વ્યક્તિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેના પહેલા એડિશનલ સેશન કોર્ટે આ મામલે અરજી દાખલ કરી હતી. જે બાદ એડવોકેટ ક્રિસ્ટોફર એન્થનીએ હાઈકોર્ટમાં આદેશને પડકાર આપ્યો છે.અરજીકર્તાઓએ તેની પર ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. અરજીકર્તાઓએ કહ્યું છે કે કરીના કપૂરે પોતાની પુસ્તક 'Kareena Kapoor Khan's Pregnancy Bible' માં 'બાઈબલ' શબ્દનો ઉપયોગ કરીને ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે FIR નોંધવામાં આવી જોઈએ.


પોલીસે કેસ નોંધવાનો ઈનકાર કરી દીધો

પોલીસે કેસ નોંધવાનો ઈનકાર કરી દીધો

કરીના કપૂર ખાન સિવાય અરજીના અન્ય રેસ્પોન્ડેન્ટ એમેઝોન ઓનલાઈન શોપિંગ, જગરનોટ બુક્સ અને પુસ્તકના સહ-લેખક છે. સૌથી પહેલા આ મામલે એન્થનીએ જબલપુરના એક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે કરીનાએ ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે કેમ કે 'પવિત્ર પુસ્તક બાઈબલ'ની તુલના અભિનેત્રીની પ્રેગ્નેન્સી સાથે કરી શકાતી નથી.

જ્યારે પોલીસે કેસ નોંધવાનો ઈનકાર કરી દીધો તો વકીલ મેજિસ્ટ્રેટ કોર્ટના શરણે ગયા અને આ રીતે માગ કરતા ખાનગી ફરિયાદ નોંધાવી. જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે પણ એ આધારે અરજી ફગાવી દીધી કે ફરિયાદકર્તા એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે બાઈબલ શબ્દના ઉપયોગથી ખ્રિસ્તી સમુદાયની ભાવનાઓને ઠેસ કેવી રીતે પહોંચી છે. તે બાદ તેઓ એડિશનલ સેશન્સ કોર્ટ પાસે ગયા અને તેમણે પણ કોઈ રાહત આપવાનો ઈનકાર કરી દીધો. દરમિયાન હવે અરજીકર્તાઓએ હાઈકોર્ટનું શરણ લીધું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top