મંગળ અને સૂર્ય કન્યા રાશિમાં, આ જાતકોને બલ્લે બલ્લે , મળશે અપાર ધન

મંગળ અને સૂર્ય કન્યા રાશિમાં, આ જાતકોને બલ્લે બલ્લે , મળશે અપાર ધન

09/20/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

મંગળ અને સૂર્ય કન્યા રાશિમાં, આ જાતકોને બલ્લે બલ્લે , મળશે અપાર ધન

જ્યોતિષ અનુસાર, જયારે કોઈ બે ગ્રહ એક રાશિમાંથી નીકળી બીજી રાશિમાં વિરાજમાન થાય છે તો તેનો પ્રભાવ 12 રાશિઓ પર પડે છે. ગ્રહોના રાજા સૂર્યએ 17 સપ્ટેમ્બર 2023ના રોજ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં ગ્રહોનો રાજા સેનાપતિ મંગળ પહેલાથી જ બિરાજમાન છે. એવામાં કન્યા રાશિમાં મંગળ તેમજ સૂર્ય ગ્રહની યુતિ બની રહી છે. મંગળ-સૂર્યની યુતિ ઘણી રાશિના જાતકોના જીવનમાં નકારાત્મક પ્રભાવ પાડે છે, પરંતુ કેટલીક રાશિને આ યુતિનો લાભ મળશે. જાણો કઈ રાશિના જાતકોને કન્યા રાશિમાં બની રહેલા સૂર્ય મંગળની યુતિથી આર્થિક લાભ અને વ્યાપારિક લાભ થશે.


મેષ

મેષ

મેષ રાશિનો અધિપતિ ગ્રહ મંગળ છે. સૂર્ય-મંગળનો સંયોગ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે. વિરોધીઓનો પરાજય થશે. કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળી શકે છે. નાણાનો પ્રવાહ વધશે. જો કે, આ સમયગાળા દરમિયાન વાહનોનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો.


કર્ક

કર્ક

કન્યા રાશિમાં મંગળ-સૂર્યની યુતિ કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી હિંમત અને આત્મવિશ્વાસ વધશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળી શકે છે. વેપારી માટે આ સમયગાળો લાભદાયી સાબિત થઈ શકે છે.


વૃશ્ચિક

વૃશ્ચિક

મંગળ-સૂર્યનો સંયોગ વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ છે. આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમે કોઈપણ રોકાણથી નફો પણ મેળવી શકો છો. તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. અટકેલા નાણાની વસૂલાત શક્ય છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારી કાર્યશૈલી સુધરશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top