માથુ ઢાંકે, આંખો નીચે તરફ ઝૂકેલી...!મુસ્લિમ IAS, IPS અને ડોક્ટર મહિલાઓ..' AIUDF ચીફ બદરુદ્દીન અ

માથુ ઢાંકે, આંખો નીચે તરફ ઝૂકેલી...!મુસ્લિમ IAS, IPS અને ડોક્ટર મહિલાઓ..' AIUDF ચીફ બદરુદ્દીન અજમલનું મોટું નિવેદન

01/24/2024 National

SidhiKhabar

SidhiKhabar

માથુ ઢાંકે, આંખો નીચે તરફ ઝૂકેલી...!મુસ્લિમ IAS, IPS અને ડોક્ટર મહિલાઓ..' AIUDF ચીફ બદરુદ્દીન અ

Chief Badruddin Ajmal : આસામની રાજકીય પાર્ટી AIUDFના ચીફ બદરુદ્દીન અજમલે મુસ્લિમ IAS-IPS અને ડોક્ટર મહિલાઓને હિજાબ પહેરવાની અપીલ કરી છે. આસામના કરીમગંજમાં એક રેલીને સંબોધિત કરતા ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટના પ્રમુખ અજમલે કહ્યુ, IAS-IPS અને ડોક્ટર મુસ્લિમ મહિલાઓએ હિજાબ પહેરવો જોઈએ. જો મુસ્લિમ મહિલાઓને હિજાબ પહેરતા કે પોતાના વાળ ઢાંકવાનું નથી આવડતુ તો તેમને મુસ્લિમ તરીકે કેવી રીતે ઓળખવામાં આવશે.

સભા દરમિયાન બદરુદ્દીન અજમલે કહ્યુ, બહારના વિસ્તારોમાં મે જોયુ છેકે યુવતીઓ જ્યારે ભણવા જાય છે તો માથા પર હિજાબ રહે છે. તેમનુ માથુ નીચે હોય છે અને તેઓ આંખો નીચે તરફ કરીને જઈ રહી હોય છે પરંતુ આસામની વાત કરવામાં આવે તો યુવતીઓએ હિજાબમાં રહેવુ જરૂરી છે. માથાના વાળને સંતાડીને રાખવા અને હિજાબ પહેરવા એ આપણા ધર્મમાં છે.


યુવતીઓ માથુ ઢાંકે, આંખો નીચે તરફ ઝૂકેલી હોય

યુવતીઓ માથુ ઢાંકે, આંખો નીચે તરફ ઝૂકેલી હોય

બદરુદ્દીન અજમલે કહ્યુ, યુવતીઓના વાળ શૈતાનનું દોરડુ હોય છે. યુવતીઓનો મેકઅપ શૈતાનનું દોરડુ હોય છે. તેથી બહાર ગયા પહેલા તેમનુ માથુ ઢાંકેલુ અને આંખો ઝૂકેલી હોવુ જોઈએ. સાયન્સ લઈને અભ્યાસ કરો, ડોક્ટર બનો કે આઈએએસ અને IPS બનો. જો તમે આ બાબતોને ફોલો નહીં કરો તો કેવી રીતે સમજાશે કે મુસ્લિમ ડોક્ટર કે IPS કોણ છે. તે પણ લોકો છે, આપણે પણ લોકો છીએ. ફરકનો અંદાજ કેવી રીતે આવશે.


આ નિવેદન બાદ અજમલ ચર્ચામાં આવ્યા

આ નિવેદન બાદ અજમલ ચર્ચામાં આવ્યા

બદરુદ્દીન અજમલ પહેલા પણ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યા છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં તેમના એક નિવેદનથી વિવાદ ઊભો થઈ ગયો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે અમે મુસ્લિમ ચોરી, લૂંટ, રેપ...તમામ ગુનામાં નંબર-1 છીએ. અમે જેલ જવામાં પણ નંબર-1 છીએ. જોકે બાદમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા અજમલે કહ્યુ હતુ કે સમગ્ર દુનિયામાં મુસ્લિમ સમુદાયમાં શિક્ષણની અછત છે. આપણા બાળકો ભણતા નથી. તેઓ હાયર એજ્યુકેશન માટે જતા નથી. મેટ્રિકનો અભ્યાસ પણ કરતા નથી. તેથી ભણતરનું મહત્વ સમજાવવા માટે તેમણે આવુ કહ્યુ હતુ. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top