3 ખેલાડીઓને લઇને PCBએ લીધો ચોંકાવનારો નિર્ણયHARIS

3 ખેલાડીઓને લઇને PCBએ લીધો ચોંકાવનારો નિર્ણય

12/05/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

3 ખેલાડીઓને લઇને PCBએ લીધો ચોંકાવનારો નિર્ણયHARIS

પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર વહાબ રિયાજે તેને મનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે ન માન્યો. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ હારિસ રઉફ સિવાય અન્ય બે ખેલાડીઓ પર મોટો નિર્ણય લીધો છે.


PCBએ લીધો આ નિર્ણય:

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બિગ બેશ લીગ (BBL) 2023-24 માટે ફાસ્ટ બોલર હારિસ રઉફ, જમાન ખાન અને લેગ સ્પિનર ઉસામા મીરને NOC આપી દીધી છે. બોર્ડે ખેલાડીઓના કાર્યભાર અને નેશનલ પુરુષ ટીમના ભવિષ્યના કાર્યક્રમને જોતા NOC આપી છે. હારિસ અને ઉસામા મીરને કુલ 5 મેચો માટે NOC આપવામાં આવી છે, જ્યારે જમાન ખાનને 4 મેચો માટે NOC આપવામાં આવી છે. આ બધી મેચ 7-28 ડિસેમ્બર વચ્ચે થવાની છે. હારિસ રઉફ અને ઉસામા મીર મેલબર્ન સ્ટાર્સ ટીમનો હિસ્સો છે, જ્યારે જમાન ખાન સિડની થંડર સાથે જોડાયેલો છે. બોર્ડે કહ્યું કે, PCB સમજે છે કે વર્કલોડ મેનેજમેન્ટ સાથે રમતના સમયને સંતુલિત કરતા આ નિર્ણય બધાના હિતમાં છે.


સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે હારિસ રઉફ:

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ છે હારિસ રઉફ:

હારિસ રઉફે જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની ના પાડી દીધી હતી, ત્યારે ટીમના ડિરેક્ટર મોહમ્મદ હફીઝે કહ્યું હતું કે જે ખેલાડી પાકિસ્તાનન સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં છે. તેમની પહેલી પ્રાથમિકતા નેશનલ ટીમ હોવી જોઈએ, ન કે ફેન્ચાઈઝી ક્રિકેટ. હારિસ રાઉફ અત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગ્રેડ Bમાં છે. જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોન્ટ્રાક્ટની બીજી સૌથી મોટી સ્લેબ છે. બીજી તરફ જમાન ખાન અને ઉસામા મીર ગ્રેડ Dમાં છે, જે સૌથી નીચલી સ્લેબ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top