"..હાજરી આપવા પાછળ મમતા બેનર્જીનો કોઈ અન્ય ઈરાદો" વિપક્ષી ગઠબંધનમાં ખેંચતાણ! G-20 ડિનર સમારોહમા

"..હાજરી આપવા પાછળ મમતા બેનર્જીનો કોઈ અન્ય ઈરાદો" વિપક્ષી ગઠબંધનમાં ખેંચતાણ! G-20 ડિનર સમારોહમાં મમતાની હાજરીથી નારાજ

09/11/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

ભારતની રાજધાની દિલ્હીમાં G-20 સમિટનું આયોજન થયું હતું. આ બે દિવસીય સમિટ 9 અને 10 સેપ્ટેમ્બરના આયોજિત થઇ હતી. બે દિવસ સુધી ચાલી આ G-20 સમિટનું ગઈકાલે વિશ્વમાં શાંતિની કામના સાથે સમાપન કરવામાં આવ્યું હતું.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ G-20 સમિટના અવસર પર  ડિનર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ડિનર સેરેમનીમાં વિદેશી મહેમાનોની સાથે દેશના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓને ડિનરનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ ડિનરમાં બિહારના સીએમ નીતિશ કુમાર, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ હાજરી આપી હતી.


મમતા બેનર્જીની ડિનરમાં હાજરીથી વિપક્ષનો સવાલ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ડિનર સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે કોંગ્રેસ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓએ ડિનરમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન કોંગ્રેસે હવે મમતા બેનર્જીના ડિનર સમારોહમાં હાજરી આપવા પર સવાલો ઉઠાવ્યા છે. ગઈકાલે કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મમતા બેનર્જીના ડિનર ફંક્શનમાં હાજરી આપવા પર સવાલ ઉઠાવ્યા હતા. પશ્ચિમ બંગાળ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મમતા બેનર્જીના ડિનર ફંક્શનમાં સામેલ થવાથી મમતા બેનર્જીની મોદી સરકાર સામેની સ્થિતિ નબળી પડી જશે.


અધીર રંજન ચૌધરીના મમતાને સવાલ

અધીર રંજન ચૌધરીના મમતાને સવાલ

અધીર રંજન ચૌધરીએ મમતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, જો મમતા બેનર્જી આ ડિનર પાર્ટીમાં ન ગયા હોત તો કઈ આભ ન ફાટી પડત. મહાભારત અશુદ્ધ ન થઇ જાત. વધુમાં અધીર રંજન ચૌધરીએ આગળ સવાલ ઉઠાવ્યો હતો કે શું આ ડિનર સમારોહમાં હાજરી આપવા પાછળ મમતા બેનર્જીનો કોઈ અન્ય ઈરાદો હતો. વધારેમાં તેમણે સવાલો ઉઠવાતા કહ્યું કે, ઘણા બિન-ભાજપ મુખ્ય પ્રધાનોએ ડિનર ઇવેન્ટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું પરંતુ મમતા બેનર્જી ઉતાવળમાં દિલ્હી પહોંચી ગયા હતા.


TMCનો પલટવાર

આ સવાલો પર પલટવાર કરતા TMC રાજ્યસભાના સાંસદ શાંતનુ સેને ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. તેમણે કોંગ્રેસના નેતા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ચૌધરીએ તેમને વહીવટી દૃષ્ટિકોણથી અનુસરવા માટેના અમુક પ્રોટોકોલ અંગે ટિપ્પણીઓ ન કરવી જોઈએ. ચૌધરી નક્કી નહીં કરે કે રાજ્યના મુખ્યમંત્રી પ્રોટોકોલ મુજબ G20 ડિનરમાં ભાગ લેવા જશે કે નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top