રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’નું નામ બદલાયું, હવે આ હશે નવી ઓળખ

રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’નું નામ બદલાયું, હવે આ હશે નવી ઓળખ

07/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

રાષ્ટ્રપતિ ભવનના ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’નું નામ બદલાયું, હવે આ હશે નવી ઓળખ

રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલ અને અશોક હૉલનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે દરબાર હૉલને ‘ગણતંત્ર મંડપ’ અને અશોક હૉલને ‘અશોક મંડપ’ તરીકે ઓળખવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નામમાં થયેલા બદલાવ પર ખુશી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી ગુરુવાર (24 જુલાઇ)એ જાહેર કરેલી એક પ્રેસ રીલિઝમાં તેની જાણકારી આપી છે. હાલના સમયમાં ઘણી પ્રમુખ ઇમારતો અને રસ્તાઓના નામ બદલવામાં આવ્યા છે.


રાષ્ટ્રપતિ ભવને જાહેર કર્યું નિવેદન:

રાષ્ટ્રપતિ ભવને જાહેર કર્યું નિવેદન:

રાષ્ટ્રપતિ ભવને નિવેદન જાહેર કરતાં કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ભવન, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને નિવાસ, રાષ્ટ્રનું પ્રતિક અને લોકોનો અમૂલ્ય વારસો છે. તેને લોકો માટે વધુ સુલભ બનાવવા માટે નિરંતર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના માહોલને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો અને લોકાચારોને પ્રતિબિંબિત કરનાર બનાવવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ ભવનના 2 મહત્ત્વપૂર્ણ હૉલ ‘દરબાર હૉલ’ અને ‘અશોક હૉલ’નું નામ ક્રમશઃ ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ રાખવા પર ખુશ છે.


ભારતમાં દરબારની પ્રાસંગિકતા થઇ ખતમ:

ભારતમાં દરબારની પ્રાસંગિકતા થઇ ખતમ:

દરબાર હૉલમાં રાષ્ટ્રીય પુરસ્કારોના પ્રેઝન્ટેશન જેવા મહત્ત્વપૂર્ણ સમારોહ અને કાર્યક્રમોનું આયોજન થાય છે. દરબાર શબ્દનું જોડાણ ભારતીય શાસકો અને અંગ્રેજોની કોર્ટ અને સભ્યોથી છે. જ્યાં તેઓ પોતાના કાર્યક્રમ આયોજિત કરતાં હતા. પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું કે, ભારત પ્રજાસત્તાક બન્યા બાદ તેની પ્રાસંગિકતા ખતમ થઇ ગઇ. પ્રજાસત્તાકની અવધારણા પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ઊંડાઇથી નિહિત છે, એટલે દરબાર હૉલનું ‘ગણતંત્ર મંડપ’ નામ એકદમ યોગ્ય છે.


અશોક હૉલ બન્યો અશોક મંડપ:

અશોક હૉલ બન્યો અશોક મંડપ:

નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘અશોક હૉલ’ મૂળ રૂપે એક બોલરૂમ હતો. અશોક શબ્દનો અર્થ એ વ્યક્તિ જે બધા દુઃખોથી મુક્ત હોય કે કોઇ પણ દુઃખથી રહિત હોય. અશોક સમ્રાટ અશોકને સંદર્ભિત કરે છે, જે એકતા અને શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વનું પ્રતિક છે. ભારત ગણરાજ્યનું રાષ્ટ્રીય પ્રતિક સારનાથથી અશોકના સિંહ માથા છે. આ શબ્દ અશોક વૃક્ષને પણ સંદર્ભિત કરે છે, જેનું ભારતીય પરંપરાઓ સાથે સાથે કળા અને સંસ્કૃતિમાં પણ ગાઢ મહત્ત્વ છે. અશોક હૉલનું નામ બદલીને ‘અશોક મંડપ’ કરવાથી ભાષામાં એકરૂપતા આવશે અને અંગ્રેજીકરણના નિશાન મટશે. સાથે જ અશોક શબ્દ સાથે જોડાયેલા પ્રમુખ મૂલ્યોને પણ યથાવત રાખવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top