ભારત માટે મોટી ઉપલબ્ધિ, RBIએ 1991 બાદ પહેલી વખત આટલા પ્રમાણમાં સોનું તિજોરીમાં જમા કર્યું
ચંદ્રશેખરના જમાનામાં જ્યાં ભારત બીજા દેશોમાં સોનું ગીરવે રાખવા મજબૂર હતું, તો આજના ભારતમાં વિદેશમાં વર્ષોથી જમા સોનું ભારત પાછું માગી રહ્યું છે. આ અનુસંધાને ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બ્રિટન પાસે 100 ટન કરતાં વધુ સોનું દેશમાં પોતાની તિજોરીમાં મોકલ્યું છે. એ 1991ની શરૂઆત બાદ પહેલી વખત છે, જ્યારે આટલા મોટા પ્રમાણ પર સોનું RBIની તિજોરીમાં જમા કરવામાં આવ્યું છે. આગામી મહિનાઓમાં ફરીથી એટલી માત્રામાં સોનું દેશમાં આવી શકે છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, એ અર્થવ્યવસ્થાની મજબૂતી અને આત્મવિશ્વાસને દર્શાવે છે, જે 1991ની સ્થિતિથી એકદમ વિરુદ્ધ છે. લેટેસ્ટ ડેટા મુજબ માર્ચના અંતમાં RBI પાસે 822.1 ટન સોનું હતું, જેમાંથી 413.8 ટન વિદેશોમાં રાખવામાં આવ્યું હતું. સોનું ખરીદનારી કેન્દ્રીય બેન્કોમાં RBI પણ સામેલ રહી. જેણે ગત નાણાકીય વર્ષ દરમિયાન 27.5 ટન સોનું જોડ્યું.
દુનિયાભરમાં કેન્દ્રીય બેન્કો માટે બેંક ઓફ ઈંગ્લેન્ડ પારંપારિક રૂપે ભંડાર રહી છે. ભારત પણ તેનાથી અલગ નથી. આઝાદી અગાઉ લંડનમાં ભારતના સોનાના સ્ટોક પડ્યા છે. એક અધિકારીએ કહ્યું કે, RBIએ થોડા વર્ષ અગાઉ સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું અને એ નક્કી કર્યું કે તે તેને ક્યાં સ્ટોર કરવા માંગે છે. જો કે, વિદેશોમાં ભારતનો સ્ટોક વધી રહ્યો હતો, એટલે થોડું સોનું ભારત લાવવાનો નિર્ણય લીધો છે.
ભારતમાં સોના પ્રત્યેનો મોહ કોઇથી છુપો નથી. સોનું ખોવાવું, ગીરવે રાખવું કે વેચવું કોઈ પણ પરિવાર માટે સારું માનવામાં આવતું નથી. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે ભારતે સોનું ગીરવે મૂકવું પડ્યું હતું, જ્યારે RBIએ લગભગ 15 વર્ષ અગાઉ ઇન્ટરનેશનલ મુદ્રા કોષ (IMF) પાસે 200 ટન સોનું ખરીદ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં RBI દ્વારા ખરીદીના માધ્યમથી સ્ટોકમાં સતત વૃદ્ધિ થઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp