રોડવેઝ અને પ્રાઇવેટ બસની સામસામે ટક્કરમાં 3 લોકોના મોત, 49 ઇજાગ્રસ્ત

રોડવેઝ અને પ્રાઇવેટ બસની સામસામે ટક્કરમાં 3 લોકોના મોત, 49 ઇજાગ્રસ્ત

07/22/2024 National

SidhiKhabar

SidhiKhabar

રોડવેઝ અને પ્રાઇવેટ બસની સામસામે ટક્કરમાં 3 લોકોના મોત, 49 ઇજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં આજે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સામે આવ્યો છે. અહીં 2 બસો વચ્ચેની પરસ્પર ટક્કરમાં લગભગ 49 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે, જ્યારે 3 લોકોના મોત થઇ ગયા છે. હાલમાં ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખાનગી બસમાં સવાર લોકો હરિદ્વારથી સીતાપુર પાછા સીતાપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપની સામે બંને બસોની સામસામે ટક્કર થઇ ગઇ. તો ઘટનાસ્થળે પહોંચીને જિલ્લાધિકારી અને SP સહિત અન્ય અધિકારીઓએ ઘટનાની જાણકારી લીધી અને ઇજાગ્રસ્તોની સ્થિતિ જાણવા હોસ્પિટલ પણ પહોંચ્યા.


બંને બસો વચ્ચે સામસામે થઇ ટક્કર

બંને બસો વચ્ચે સામસામે થઇ ટક્કર

આ આખી ઘટના મિલક નગર પોલીસ સ્ટેશનની છે. અહીથી પસાર થતા હાઈવે પર વહેલી સવારે 4:30 વાગ્યે રોડવેઝ બસ અને એખ ખાનગી બસની સામસામે ટક્કર થઈ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બસના ફૂરચેફૂરચા થઈ ગયા. બંને બસોમાં 100થી વધુ મુસાફરો હતા, જેમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા, જ્યારે 49થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થઇ ગયા. ઇમરજન્સીમાં કોઇક રીતે ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 40થી વધુ મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. અન્ય મુસાફરો મિલકની સરકારી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


DM અને SP ઘટનાસ્થળે પહોંચ્યા

DM અને SP ઘટનાસ્થળે પહોંચ્યા

અકસ્માત માહિતી મળ્યા બાદ DM જોગિન્દર સિંહ, SP વિદ્યાસાગર મિશ્ર, એડિશનલ SP અતુલ શ્રીવાસ્તવ, CO આરએસ પરિહાર અને કોતવાલ ધનંજય સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે બંને બસોને હાઈવે પરથી હટાવી તેમજ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોની જાણકારી લીધી. તો, જિલ્લા હૉસ્પિટલમાં રેફર કરાયેલા ઇજાગ્રસ્તોને જોવા માટે પણ જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારી પહોંચ્યા. ઇજાગ્રસ્તોના જણાવ્યા મુજબ, ખાનગી બસથી શ્રાવસ્તીના 60થી વધુ મુસાફરો ગુરુપૂર્ણિમાના અવસર પર હરિદ્વાર સ્થિત શાંતિકુંજ ગયા હતા. બધા શાંતિકુંજથી ઘરે જવા નીકળ્યા હતા. તો રોડવેઝની બસ લખનૌથી રવાના થઇ હતી, જેમાં મોટા ભાગના મુસાફરો સીતાપુરના હતા, જેઓ દિલ્હી જઈ રહ્યા હતા. રૂટ ડાયવર્ઝનના કારણે ખાનગી બસ રોંગ સાઇડમાં આવી રહી હતી, જેના કારણે આ અકસ્માત થયો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top