રશિયાના એક પત્રકારે જીવનભરની પ્રતિષ્ઠા 800 કરોડમાં વેચી, કારણ જાણી તમે પણ ભાવુક થઇ જશો

રશિયાના એક પત્રકારે જીવનભરની પ્રતિષ્ઠા 800 કરોડમાં વેચી, કારણ જાણી તમે પણ ભાવુક થઇ જશો

06/21/2022 World

SidhiKhabar

SidhiKhabar

રશિયાના એક પત્રકારે જીવનભરની પ્રતિષ્ઠા 800 કરોડમાં વેચી, કારણ જાણી તમે પણ ભાવુક થઇ જશો

નોબેલ પારિતોષિક મળવું એ બહુ સન્માનની વાત છે, પરંતુ એક પત્રકારે આ સન્માન વેચી દીધું. જો તમે આનું કારણ જાણશો, તો તમારી આંખોમાં તેમનું માન અને સન્માન 100 ગણું વધી જશે. આ વ્યક્તિએ લોકોને મદદ કરવા માટે પોતાનું નોબેલ પુરસ્કાર વેચી દીધું. તેને હેરિટેજ ઓક્શનમાં વેચવામાં આવ્યું હતું અને તેના બદલામાં પત્રકારને 800 કરોડ રૂપિયા મળ્યા હતા. આ પત્રકારનું નામ છે દિમિત્રી મુરાટોવ. તે રશિયાનો છે અને નોવાયા ગેઝેટા નામના અખબારમાં કામ કરે છે. દિમિત્રીએ કહ્યું કે, તે હરાજીમાંથી પૈસા યુક્રેનના યુદ્ધમાં બેઘર થયેલા લોકોની મદદ માટે આપશે.


સ્વતંત્ર રશિયન અખબાર નોવાયા ગેઝેટની સ્થાપના કરી હતી

સ્વતંત્ર રશિયન અખબાર નોવાયા ગેઝેટની સ્થાપના કરી હતી

રશિયન પત્રકાર દિમિત્રી મુરાતોવે સોમવારે રાત્રે તેમના નોબેલ શાંતિ પુરસ્કારની હરાજી કરી. મુરાટોવ યુક્રેનમાં યુદ્ધથી વિસ્થાપિત થયેલા બાળકોને મદદ કરવા માટે હરાજીમાંથી મળેલી રકમ સીધી યુનિસેફને આપશે. ઑક્ટોબર 2021માં ગોલ્ડ મેડલ મેળવનાર મુરાટોવે સ્વતંત્ર રશિયન અખબાર નોવાયા ગેઝેટની સ્થાપના કરી હતી અને માર્ચમાં પેપર બંધ થયું ત્યારે તેના મુખ્ય સંપાદક હતા. યુક્રેન પર રશિયાના આક્રમણ અને પત્રકારો પર રશિયન ક્રેકડાઉનના પગલે લોકોના અસંતોષને દબાવવાને કારણે અખબાર બંધ કરવામાં આવ્યું હતું.


રશિયાના હુમલા બાદ અખબાર બંધ થઈ ગયું હતું

રશિયાના હુમલા બાદ અખબાર બંધ થઈ ગયું હતું

દિમિત્રીને વર્ષ 2021માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આ તેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતાની સુસંગતતા જાળવી રાખવા માટે મેળવ્યું. યુક્રેન પર રશિયાના હુમલા બાદ તેમનું અખબાર બંધ થઈ ગયું હતું. તે સમયે રશિયન સરકારે કહ્યું હતું કે, જો કોઈ યુક્રેન પર રશિયાની કાર્યવાહીને યુદ્ધ કહેશે તો તેના પર દંડ ફટકારવામાં આવશે. રશિયન સરકાર તેની ક્રિયાને વિશેષ લશ્કરી કામગીરી તરીકે વર્ણવે છે.


અનાથ થયેલા બાળકો માટે ચિંતિત

અનાથ થયેલા બાળકો માટે ચિંતિત

મુરાટોવે ઈનામની હરાજીમાંથી વિક્રમજનક $500,000 રોકડમાં ચેરિટીને દાન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ દાનનો હેતુ શરણાર્થી બાળકોને ભવિષ્ય માટે તક આપવાનો છે. તેણે કહ્યું કે, તે ખાસ કરીને યુક્રેનમાં સંઘર્ષથી અનાથ થયેલા બાળકો માટે ચિંતિત છે. અમે તેમનું ભવિષ્ય પરત કરવા માંગીએ છીએ.


'સારવાર દરમિયાન દવાઓની અછત ન હોવી જોઈએ'

'સારવાર દરમિયાન દવાઓની અછત ન હોવી જોઈએ'

મુરાટોવે હેરિટેજ ઓક્શન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે, તે મહત્વનું છે કે, રશિયા સામેના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો દુર્લભ રોગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાઓ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી માનવતાવાદી સહાયને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચતા અટકાવતા નથી. માટે દવા અને સારવારનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં પર્યાપ્ત હોવો જરૂરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top