આ કારણે રેલવે કંપની RVNLના શેર બુલેટ ટ્રેનની જેમ ભાગવા લાગ્યા, રોકાણકાર ખુશ

આ કારણે રેલવે કંપની RVNLના શેર બુલેટ ટ્રેનની જેમ ભાગવા લાગ્યા, રોકાણકાર ખુશ

06/07/2024 Business

SidhiKhabar

SidhiKhabar

આ કારણે રેલવે કંપની RVNLના શેર બુલેટ ટ્રેનની જેમ ભાગવા લાગ્યા, રોકાણકાર ખુશ

શેર બજારમાં રોકાણકારોને શાનદાર રિટર્ન આપનારી રેલ વિકાસ નિગમ (RVNL)ને લઈને સારા સમાચાર છે. કંપનીને 495 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે. આ કામ NTPC તરફથી મળ્યું છે. કંપનીએ આ કામ 66 મહિનાની અંદર કરવાનું છે. આ નવા કામની અસર શેરો પર જોવા મળી. RVNLના શેર આજે 375.35 રૂપિયાના લેવલ પર ખૂલ્યા હતા. કંપનીનું ઇન્ટ્રા ડે હાઇ 3.5 ટકાની તેજી સાથે 382 રૂપિયા રહ્યું. આજે સવારે 11.44 વાગ્યે કંપનીના શેર 6.20 ટકાની તેજી સાથે 374.80 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આ અગાઉ કંપનીને સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે તરફથી કામ મળ્યું હતું. આ કામની કિંમત 38.10 કરોડ રૂપિયા છે. RVNLએ આ કામ 15 મહિનામાં કરવાનું છે.


કંપનીનું ત્રિમાસિક કેવું રહ્યું:

કંપનીનું ત્રિમાસિક કેવું રહ્યું:

જાન્યુઆરીથી માર્ચ 2024 દરમિયાન નેટ પ્રોફિટ 478.60 કરોડ રૂપિયા રહ્યા છે. વાર્ષિક આધાર પર કંપનોના નેટ પ્રોફિટમાં 33.20 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ અગાઉ આ જ ત્રિમાસિકમાં કંપનીનું નેટ પ્રોફિટ 359 કરોડ રૂપિયા રહ્યું હતું. આ દરમિયાન કંપનીની આવક 6714 આક્રોડ રૂપિયા રહી છે. આવકમાં પણ 17.4 ટકાનો વધારો જોવા મળી છે. RVNLના EBITDAની વાત કરીએ તો એ 21.8 ટકાના વધારા બાદ 456.40 કરોડ રૂપિયા રહ્યા છે.


6 મહિનામાં પૈસા કર્યા ડબલ:

6 મહિનામાં પૈસા કર્યા ડબલ:

છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતોમાં 35 ટકા કરતા વધુની તેજી જોવા મળી છે, તો 3 મહિનાથી સ્ટોકને હોલ્ડ કરનારા રોકાણકારોને અત્યાર સુધી 57 ટકાનો ફાયદો થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે 6 મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 118.80 ટકાની તેજી જોવા મળી છે. તો એક વર્ષમાં RVNLના શેરોની કિંમતમાં 211.90 ટકાની તેજી જોવા મળી છે. કંપનીનું 52 વીક હાઇ 424.95 રૂપિયા અને 52 વીક લો લેવલ 116.15 રૂપિયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top