કોરોના બાદ હવે ચામાચીડિયામાંથી ફેલાયો આ વાયરસ, 90% દર્દીઓ માટે જીવલેણ; અત્યાર સુધીમાં 9ના મોત

કોરોના બાદ હવે ચામાચીડિયામાંથી ફેલાયો આ વાયરસ, 90% દર્દીઓ માટે જીવલેણ; અત્યાર સુધીમાં 9ના મોત

10/01/2024 World

SidhiKhabar

SidhiKhabar

કોરોના બાદ હવે ચામાચીડિયામાંથી ફેલાયો આ વાયરસ, 90% દર્દીઓ માટે જીવલેણ; અત્યાર સુધીમાં 9ના મોત

કોવિડ 19 પછી હવે દેશમાં નવા વાયરસ ફેલાવાનું જોખમ છે. ડરામણી વાત એ છે કે કોરોનાની જેમ તે પણ ચામાચીડિયામાંથી થવાની આશંકા છે. ડૉક્ટરોના મતે આ વાયરસથી પીડિત 90% દર્દીઓ માટે તે જીવલેણ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં તેના કારણે 8 દર્દીઓના મોત થયા છે.


નવા વાયરસ Marburgના લક્ષણો

નવા વાયરસ Marburgના લક્ષણો

આ નવા વાયરસનું નામ મારબર્ગ (Marburg) છે. તે થયા બાજ દર્દીઓને તાવ, મોઢામાં સ્વાદ ગુમાવવો, ગંભીર માથાનો દુઃખાવો અને શરીરમાં દુઃખાવો જેવી સમસ્યાઓ થાય છે. Marburg વાયરસના દર્દીઓમાં ઝાડા, પેટમાં ગાંઠ, ઉલ્ટી અને પેટમાં દુઃખાવો જેવા લક્ષણો જોવા મળે છે.


Marburgના 26 કેસ સામે આવ્યા છે

Marburgના 26 કેસ સામે આવ્યા છે

હાલમાં, Marburg વાયરસ પૂર્વ આફ્રિકાના રવાન્ડામાં ફેલાયેલો છે. અહીંની સ્થિતિ જોઇને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)એ આફ્રિકન દેશોમાં તેના જોખમને લઇને એલર્ટ જાહેર કર્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ માસ્ક પહેરવાની અને સામાજિક અંતર જાળવવાની સલાહ આપી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવાન્ડામાં અત્યાર સુધીમાં 26 કેસની પુષ્ટિ થઇ છે. WHOના રિપોર્ટ અનુસાર, આ સંક્રમણ રવાન્ડાના 30 જિલ્લામાં ફેલાયું છે. તમામ 26 દર્દીઓમાંથી 20ની હાલત નાજુક છે. આફ્રિકન દેશોમાંથી ભારત આવતા લોકોમાંથી અહીં આ વાયરસ ફેલાવાનું જોખમ છે. હાલમાં રવાન્ડામાં દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એ સિવાય સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લગભગ 160 લોકો પર નજર રાખવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top