સચિન તેંદુલકરને અચાનક યાદ આવી ગયા પિતા, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

સચિન તેંદુલકરને અચાનક યાદ આવી ગયા પિતા, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

06/01/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

સચિન તેંદુલકરને અચાનક યાદ આવી ગયા પિતા, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ

સચિન તેંદુલકરની ગણતરી સર્વકાલીન મહાન બેટ્સમેનોમાં થાય છે. તેમણે ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. સચિને જ્યારે વર્ષ 2013માં સંન્યાસ લીધો તો આખું ક્રિકેટ જગત ભાવુક થઈ ગયું હતું. સચિને ઘણી ઓછી ઉંમરમાં ક્રિકેટમાં ધમાલ મચાવી દીધી હતી અને ત્યારે તેમના પિતાએ તેમને એક વાત કહી હતી, જે સચિનને અત્યાર સુધી યાદ છે અને તેઓ આજે પણ ફોલો કરી રહ્યા છે. સચિને 16 વર્ષની ઉંમરમાં પાકિસ્તાનના તોફાની ફાસ્ટ બોલરો સામે પોતાનું ડેબ્યૂ કર્યું. પોતાના શરૂઆતી દિવસોમાં જ સચિને બતાવી દીધું હતું કે, તેઓ પ્રતિભાના ધોની છે અને વિશ્વ ક્રિકેટ પર રાજ કરવાના છે. તેમણે કર્યું પણ. પરંતુ પોતાના આખા કરિયરમાં સચિને એક એ કામ ન કર્યું, જેની મનાઈ તેમના પિતાએ કરી હતી.


સચિનને યાદ આવ્યા પિતા:

સચિનને યાદ આવ્યા પિતા:

સચિને શુક્રવારે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ સચિને ‘વિશ્વ તંબાકુ દિવસ’ના અવસર પર કરી. સચિને પોસ્ટ કરતા લખ્યું કે, મારા ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયરની શરૂઆતમાં, મારા પિતાએ મને ખૂબ સાધારણ, પરંતુ મહત્ત્વની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ક્યારેય તંબાકુની જાહેરાત ન કરવી. મેં તેમની વાત માની અને તમે પણ માની શકો છો. સારા ભવિષ્ય માટે તંબાંકુની જગ્યાએ પોતના સ્વસ્થ્યને પસંદ કરો. સચિન ક્રિકેટની દુનિયાના તો મોટું નામ રહ્યા, પરંતુ જાહેરાતોની દુનિયામાં પણ છવાઈ રહ્યા. તેઓ મોટી મોટી કંપનીઓની જાહેરાતોમાં નજરે પડ્યા અને તેમણે આ પ્રકારે ખૂબ પૈસા કમાયા, પરંતુ સચિન ક્યારેય પણ તંબાકુ અને દારૂ સંબંધિત જાહેરાતોમાં ન નજરે પડ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top